90ના દશકની એક્ટ્રેસ આજે પણ પોતાની સુંદરતા અને દમદાર એક્ટિંગથી આજે પણ લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે. એટલે આજે આધેડ વય કે 50ની ઉંમર પાર કરનારી આ અભિનેત્રીઓ તેમના ગ્લેમરસ અંદાજ અને ફિટનેસના કારણે આજે પણ ચાહકોનો ફેમ મેળવી રહી છે. માધુરી, ઐશ્વર્યા, શિલ્પા, પ્રિતી જેવી સુંદર હસીનાઓ સુંદરતાની બાબતમાં યંગ એક્ટ્રેસને પણ ફેલ કરી દે છે.
90ના દાયકાની સૌથી પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક માધુરી દીક્ષિત આજે પણ પોતાની સુંદરતા અને ગ્રેસના કારણે લોકોનું દિલ જીતી લે છે. 50ની ઉંમર પાર કર્યા બાદ પણ તેનો ચાર્મ અને તેનું સ્મિત તેના ફેન્સને દિવાના બનાવી દે છે. એક્ટ્રેસ 59ની ઉંમરમાં પણ સુંદર દેખાય છે. તાજેતરમાં આ અભિનેત્રી ફિલ્મ 'મા-બહેન' માં નજર આવી રહી છે. જેને આજે પણ લોકો અભિનયની રીતે વિશેષ પસંદ કરે છે.

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાના ચર્ચા આજે પણ દુનિયાભરમાં થાય છે. વધતી ઉંમરની અસર તેના પર બિલકુલ દેખાતી નથી. તેનો એલિગન્ટ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવે છે. હાલમાં જ કાન્સ ફેસ્ટિવલ (2026)માં અભિનેત્રીએ હાજરી આપી હતી. જ્યાં તેને ઘણી લાઈમલાઈટ લૂંટી લીધી હતી.
અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું ફિટનેસની દુનિયામાં મોટું નામ છે. 51 વર્ષની ઉંમરમાં પણ તેમની ફિટનેસ, ગ્લોઈંગ સ્કિન અને સ્ટાઈલિશ અંદાજ ઘણી યંગ એક્ટ્રેસને ટક્કર આપે છે.
90 ના દશકમાં પોતાની અદાકારી અને સ્ટાઈલથી ઓળખાણ બનાવનારી કરિશ્મા કપૂર આજે પણ ખૂબ ગ્લેમરસ દેખાય છે. તેની ફિટનેસ અને સુંદરતા જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ બની જાય છે અને કોઈ કહેશે નહીં કે તેની ઉંમર 51 વર્ષની છે.

દર વખતની માફક આ વખતની આઈપીએલમાં પ્રીતિ ઝિન્ટા ખાસ ચર્ચામાં રહી હતી. 'ડિમ્પલ ગર્લ' તરીકે ઓળખાતી પ્રીતિ ઝિન્ટા પોતાની ક્યૂટ સ્માઈલ અને ફિટનેસ માટે જાણીતી છે. 51 વર્ષની ઉંમરમાં પણ તે ઘણી યુવાન દેખાય છે. પ્રીતિ ઝિન્ટા હવે જલ્દીથી ફિલ્મી પડદે ફિલ્મ 'બટવારા 1947'થી એન્ટ્રી કરી રહી છે.
બોલિવૂડની દમદાર અભિનેત્રી કાજોલ પોતાની શાનદાર એકટિંગ અને અંદાજ માટે ઓળખાય છે. 50ની ઉંમર પાર કર્યા બાદ પણ તેની સુંદરતા અને આત્મવિશ્વાસમાં કંઈ આવી નથી. 51 વર્ષની ઉંમરમાં પણ તે પોતાની દીકરીને સુંદરતામાં ટક્કર આપે છે.
ફિલ્મ 'મેને પ્યાર કિયા'થી રાતોરાત સ્ટાર બનેલી ભાગ્યશ્રી આજે પણ પોતાની સાદગી અને સુંદરતા માટે ઓળખાય છે. 57 વર્ષે પણ તેનો નેચરલ ચાર્મ લોકોનું ધ્યાન ખેંચી લે છે.