Wed Jul 29 2026

Logo

એર ઈન્ડિયા એક્સપ્રેસમાં થાઈલેન્ડ જતાં 133 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, જાણો કારણ

2026-03-11 15:39:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ એર ઈન્ડિયા એક્સપ્રેસની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. હૈદરાબાદથી થાઈલેન્ડ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસનું નોઝ વ્હીલ બુધવારે ફુકેત એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તૂટી ગયું હતું. આ હાઈ લેન્ડિંગના કારણે વિમાન રન વે પર જ ફસાઈ ગયું હતું. જેના કારણે થોડીવાર માટે ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. સુરક્ષા ટીમો દ્વારા તપાસ કર્યા બાદ વિમાને ફરી ઉડાન ભરી હતી. 

પ્રાથમિક તપાસ દરમિયાન લેન્ડિંગ પ્રક્રિયામાં નોઝ વ્હીલમાં ટેક્નિકલ ખામી હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે વિમાન રન વે પર લેન્ડિંગ દરમિયાન દોરથી ટકારયું હતું અને લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું હતું. અચાનક બનેલી આ ઘટનાના કારણે એરપોર્ટ પર અફરાતફરી મચી હતી. ટેકનિકલ ટીમોએ પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને વિમાનને હટાવ્યું હતું. આ કારણે અન્ય ફ્લાઈટ્સ પર પણ અસર થઈ હતી.

એરપોર્ટ સૂત્રોના કહેવા પ્રમાણે, વિમાન સવાર તમામ સભ્યો અને કેબિન ક્રૂ સુરક્ષિત છે. 133 મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના બાદ ઈમરજન્સી પ્રોટોકોલ અંતર્ગત મુસાફરોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યા હતા. લેન્ડિંગ ગિયરમાં પહેલાથી જ કોઈ સમસ્યા હતી કે હાર્ડ લેન્ડિંગ માનવીય ભૂલ હતી તેની તપાસ કરવામાં આવી રહી છે.