Mon Sep 14 2026

Logo

યોગી આદિત્યનાથનો યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકનારાને સંદેશ, કહ્યું  મિલકત જપ્ત કરાશે, આજીવન કેદની સજા

2026-08-11 19:51:19
Author: Chandrakant Kanoja
યોગી આદિત્યનાથનો યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકનારાને સંદેશ, કહ્યું  મિલકત જપ્ત કરાશે, આજીવન કેદની સજા

દેશમાં નીટ પેપર લીક સહિત અનેક પરીક્ષાઓમાં ગેરરીતિના મુદ્દે વિદ્યાર્થીઓ  વિરોધ કરી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનારાઓને કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે કોઇપણ વ્યક્તિ કે સંગઠન યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકવાનો પ્રયાસ કરશે તો તેમની સંપૂર્ણ મિલકત જપ્ત કરવામાં આવશે. તેમજ  તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવશે.

વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા 

સીએમ યોગી આદિત્યનાથ સંત કબીર નગરમાં  રૂપિયા 684 કરોડથી વધુના 201 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમને સંબોધતા  તેમણે દેશમાં યુવાનો માટે રોજગાર, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ વિશે વાત કરી હતી અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. 

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવના નિવેદનો હાસ્યાસ્પદ 

યોગી આદિત્યનાથે જણાવ્યું કે, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવના નિવેદનો હાસ્યાસ્પદ હોય છે. તેમજ દેશમાં રોજગાર માટે સ્કીલ જરૂરી છે. દેશમાં  ડેમોગ્રાફિક ડિવિડન્ડ તરીકે 56 થી 60 ટકા યુવા જનશકિત છે. જેને ભાજપની ડબલ એન્જિન સરકાર આગળ ધપાવી રહી છે. 

યુવાનો માટે સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર ઉભા કરાયા 

યુવાનો માટે રોજગારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, સ્ટાર્ટઅપ્સની ઇકોસિસ્ટમ બનાવવામાં આવી છે. આઈઆઈટી, ટ્રિપલ આઈટી, આઈઆઈએમ, એઈમ્સ, મેડિકલ કોલેજો અને સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું માધ્યમ બન્યા છે. 

તમારા સમયમાં યુવાનોની નોકરીમાં લૂંટ થતી 

તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું કે તમારા સમયમાં મેડિકલ કોલેજ નહોતી, તમે મેડિકલ કોલેજ બનાવવામાં પણ રસ નહતો લીધો તો યુવાનો ક્યાં એડમિશન લે. તમારા સમયમાં યુવાનોની નોકરીમાં લૂંટ થતી હતી અને યુવાનને અન્યાય થતો હતો.