Sun Aug 23 2026

Logo

‘Toxic’નું ટ્રેલર ક્યારે આવશે? યશે નવા પોસ્ટર સાથે કર્યો મોટો ખુલાસો

2026-08-01 16:22:04
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ત્રણ-ત્રણ વાર ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર થયા બાદ હવે ટ્રેલરની રિલીઝ ડેટ સામે આવી છે. વાત છે ફિલ્મ 'ટોક્સિક'ની. મેકર્સે આખરે ક્યારે ટ્રેલર રિલીઝ થશે એ અંગે જાહેરાત કરી દીધી છે. લાંબા સમય સુધી ફેન્સને રાહ જોવડાવ્યા બાદ હવે ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ સામે આવી છે. મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'ટોક્સિક' આ વર્ષની બિગ બજેટ ફિલ્મ પૈકીની એક છે.

મેકર્સ એક પોસ્ટર રિલીઝ કરીને ટ્રેલરની જાહેરાત કરી દીધી છે. 'ટોક્સિક' ફિલ્મનું એક નવું પોસ્ટર રિલીઝ કરીને ટ્રેલર સાથે રિલીઝ ડેટનું પણ એલાન કરી દીધું છે. આ પોસ્ટમાં માત્ર એક યશ જ દેખાઈ રહ્યો છે. એ પણ કોઈ વિરાન જગ્યા પર. બ્લેક એન્ડ વ્હાઈટ પોસ્ટરમાં મેકર્સે ટ્રેલર રિલીઝ અને ફિલ્મને લઈને એક હિન્ટ આપી દીધી છે. 

પોસ્ટર સોશિયલ મીડિયા પર શૅર

કેવીએન પ્રોડક્શન દ્વારા જાહેર કરવામાં આવેલું પોસ્ટર સોશિયલ મીડિયા પર જોરશોરથી શૅર થઈ રહ્યું છે. 'ટોક્સિક'નું ટ્રેલર આગામી તારીખ 8 ઓગસ્ટના રોજ શનિવારે રિલીઝ થશે. મેકર્સે એ ટાઈમ સ્પષ્ટત કર્યો નથી જ્યારે આ ટ્રેલર રિલીઝ થશે. ટાઈમને લઈને હવે ફેન્સની ઉત્સુકતા વધી ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર એક મસ્ત પોસ્ટર શૅર કરીને મોનોક્રોમેટિક પોસ્ટરમાં યશ દેખાઈ રહ્યો છે.

આના પર યશે લખ્યું હતું કે, ઊલ્ટી ગિનતી શુરૂ...'ટોક્સિક'નું ટ્રેલર 8-8-2026ના રોજ આવશે. જ્યારે ફિલ્મ 26-8-2026ના રોજ આવશે. મેકર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા પોસ્ટરમાં યશ કોઈ મોનસુન સીઝનમાં હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લાંબી ટોપી અને કોટ પહેરીને આ ફોટો ક્લિક કરાવ્યો છે. હવે આ કોઈ સીનનો ફોટો છે કે, ફિલ્મનો એક ભાગ છે એ તો ટ્રેલર આવ્યા બાદ સ્પષ્ટ થશે. હાથમાં ગન છે એટલે એ વાત નક્કી છે કે, ફિલ્મના કોઈ સીન સાથે સંબંધીત આ પોસ્ટર છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash (@thenameisyash)

ટીઝર બાદ ટ્રેલરની રાહ

ગીતુ મોહનદાસની આ ફિલ્મમાં કિયારા અડવાણી, તારા સુતરિયા, નયનતારા, હુમા કુરૈશી અને રૂક્મણી વસંત લીડ રોલમાં છે. આ ફિલ્મ પહેલા માર્ચ મહિનામાં રિલીઝ થવાની હતી પણ મેકર્સે ત્રણ ત્રણ વાર ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કરીને આખરે ઓગસ્ટ મહિના પર પસંદગી ઊતારી હતી. હવે આ ફિલ્મ સંપૂર્ણ રીતે રિલીઝ થવા માટે તૈયાર છે.

ફેન્સ હવે ટ્રેલરની રાહ જોઈને બેઠા છે. 1 મેના રોજ એક ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.આ ટીઝરમાં તમામ એક્ટ્રેસની એક ઝલક જોવા મળી હતી. એ પછી નવું ગીત મદહોશ રિલીઝ થયું હતું. જેમાં યશ તારા સુતરિયા અને કિયારા સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો. ફિલ્મમાં યશ ડબલ રોલમાં છે.  આ ફિલ્મને લઈને હવે થીમ શું છે એની ચર્ચા થઈ રહી છે. પોસ્ટર શૅર થતા ફેન્સ કોમેન્ટમાં સવાલ કરી રહ્યા છે કે, આખરે ફિલ્મમાં એટલું બધુ તો શું ખાસ છે.