Tue Apr 21 2026

Logo

હેં, આ કારણે પુરુષોની સરખામણીએ મહિલાઓને હાર્ટ એટેક આવવાની શક્યતા ઓછી હોય છે, રિસર્ચમાં થયો ખુલાસો...

2026-03-24 14:01:00
Author: darshana Visaria
Article Image

મેડિકલ સાયન્સ દિવસે નહીં એટલી રાતે પ્રગતિ કરી રહ્યું છે. હાલમાં જ એક એવી ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી છે જેના વિશે જાણીને તમારા પગ તળેથી ધરતી ખસી જશે. એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે પુરુષોની સરખામણીએ મહિલાઓમાં હાર્ટ અટેક આવવાની શક્યતા ઓછી હોય છે. જોકે આનો અર્થ એ નથી કે મહિલાઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે, પરંતુ કુદરતી રીતે તેમને કેટલાક એવા ફાયદા મળે છે જે તેમના હૃદયનું રક્ષણ કરે છે. ચાલો જોઈએ આખરે રિસર્ચમાં બીજું શું શું જાણવા મળ્યુ... 

રિસર્ચમાં સામે આવેલી માહિતી ખરેખર ખૂબ જ ચોંકાવનારી છે કે મહિલાઓની સરખામણીએ પુરુષોમાં હાર્ટ એટેક આવવાનું જોખમ વધારે હોય છે. આજે આપણે અહીં આ સ્ટોરીમાં આખરે આવું કેમ અને આ પાછળ કયા કારણો જવાબદાર છે એ વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. સંશોધકોના અનુમાન અનુસાર પુરુષોમાં પહેલો હાર્ટએટેક આવવાની સરેરાશ ઉંમર 65 વર્ષ જ્યારે મહિલાઓમાં આ ઉંમર સરેરાશ 72 વર્ષ હોય છે. 

મહિલાઓમાં જોવા મળતો એસ્ટ્રોજન (Estrogen) હોર્મોન હાર્ટ માટે સિક્યોરિટી શિલ્ડની જેમ કામ કરે છે. તે ધમનીઓને લવચીક રાખે છે અને શરીરમાં 'ગુડ કોલેસ્ટ્રોલ' વધારવામાં તેમજ 'બેડ કોલેસ્ટ્રોલ' ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. મહિલાઓમાં મેનોપોઝ સુધી આ હોર્મોન મહિલાઓના હાર્ટ ગાર્ડ કરે છે.

પુરુષોની સરખામણીએ મહિલાઓની નસો અને ધમનીઓ કદમાં થોડી નાની હોય છે, પરંતુ તે વધુ સારી રીતે કામ કરતી હોય છે. આને કારણે બ્લડ પ્રેશર ખૂબ જ સારી રીતે બેલેન્સ થઈ જાય છે  અને એટલે જ બ્લોકેજ થવાની શક્યતા ઓછી રહે છે.

મહિલાઓના શરીરમાં ચરબીનું પ્રમાણ અને વર્ગીકરણ પુરુષો કરતા અલગ હોય છે. પુરુષોમાં ચરબી મોટાભાગે પેટના ભાગે જમા થાય છે, જેને કારણે હાર્ટ એટેક આવવાના જોખમમાં બમણો વધારો જોવા મળે છે. જ્યારે મહિલાઓની વાત કરીએ તો મહિલાઓમાં ચરબી અલગ અલગ રીતે ડાયવર્ટ થતી હોવાને કારણે હાર્ટ પર સીધું પ્રેશર ક્રિયેટ થતું નથી. 

રિસર્ચમાં કરવામાં આવેલા દાવા અનુસાર પુરુષોની સરખામણીએ મહિલાઓ સામાન્ય રીતે હેલ્થને લઈને વધારે જાગૃત હોય છે અને સીરિયસ લક્ષણો જણાય તો મેડિકલ એડવાઈસ લેવામાં જરાય વિલંબ નથી કરતી. જોકે, આધુનિક સમયમાં બદલાતી જીવનશૈલી અને તણાવને કારણે આ તફાવત હવે ઘટતો જઈ રહ્યો છે.

બચવા માટે આટલું અવશ્ય કરો
એક બાબત સમજવી ખૂબ જ જરૂરી છે કે મહિલાઓની સરખામણીએ પુરુષોમાં હાર્ટએટેક આવવાનું જોખમ વધારે હોય તો પણ આનાથી બચી શકાય છે. વાત કરીએ આ જોખમને કઈ રીતે ટાળી શગકાય એની તો સમયસર બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. હેલ્ધી ડાયેટ, નિયમીત બોડી ચેકઅપ જેવા પગલાંઓ લઈને આ જોખમ સામે રક્ષણ મેળવી શકાય છે.