Tue Jul 28 2026

Logo

શ્રીલંકા સામે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોની થઈ સરપ્રાઈઝ એન્ટ્રી

2026-07-28 10:25:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ  શ્રીલંકા સામે રમાનારી 2 મેચોની ટેસ્ટ શ્રેણી માટે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી હતી.  ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વાપસી થઈ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 15 ઓગસ્ટથી ગોલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટીમમાં સારાંશ જૈનની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે.

આ ટીમમાં સૌથી આશ્ચર્યજનક પસંદગી સારંશ જૈનની છે, જેમને પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ડોમેસ્ટિક) ક્રિકેટમાં સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા આ ઓલરાઉન્ડરને પહેલીવાર સિનિયર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિકેટકીપિંગની જવાબદારી ઋષભ પંત અને ધ્રુવ જુરેલ સંભાળશે. યશસ્વી જયસ્વાલ, સાંઈ સુદર્શન અને દેવદત્ત પડિક્કલને પણ સ્થાન મળ્યું છે. 

ઝડપી બોલિંગ આક્રમણની આગેવાની જસપ્રીત બુમરાહ કરશે. તેની સાથે મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનૂર બ્રારને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, BCCIએ સ્પષ્ટ કર્યું છે કે સાંઈ સુદર્શન અને જસપ્રીત બુમરાહની ઉપલબ્ધતા BCCI સેન્ટર ઓફ એક્સીલન્સ (COE) તરફથી ફિટનેસ મંજૂરી મળવા પર નિર્ભર રહેશે.

ભારતે છેલ્લી ટેસ્ટ અફઘાનિસ્તાન સામે રમી હતી. તે ટીમ સાથે સરખામણી કરીએ તો નીતિશ રેડ્ડી, હર્ષ દુબે અને વોશિંગ્ટન સુંદર વર્તમાન ટીમનો હિસ્સો નથી. જ્યારે રવિન્દ્ર જાડેજા અને બુમરાહની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. જોકે, બુમરાહનું રમવું હજુ નક્કી નથી. આ સિવાય સારાંશ નવો ચહેરો છે. જાડેજાએ છેલ્લી ટેસ્ટ ગયા વર્ષે નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. તે લાંબા સમય પછી વાપસી કરી રહ્યો છે.  

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), કે. એલ. રાહુલ (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), સાંઈ સુદર્શન*, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, જસપ્રીત બુમરાહ*, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, દેવદત્ત પડિક્કલ, સારાંશ જૈન