Thu Jun 25 2026

Logo

અચાનક કેમ ધ્રૂજવા લાગે છે ધરતી? વૈજ્ઞાનિકોએ ઉદાહરણ સાથે સમજાવ્યું સુપર સિક્રેટ

2026-06-25 16:51:43
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ પૃથ્વી સતત ફરતી રહે છે અને સૂર્યની પ્રદક્ષિણા કરે છે. આ અવકાશી સત્ય સૌ કોઈ જાણે છે, પરંતુ સતત ફરતી પૃથ્વી જ્યારે અચાનક ધ્રુજવા લાગે છે ત્યારે ભૂકંપ સર્જાય છે. આ કારણે લાખો-કરોડો રૂપિયાનુ નુકસાન થાય છે અને જાનમાલને પણ હાનિ પહોંચે છે. તાજેતરમાં જ વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં અનેક લોકોએ જીવ ગમાવ્યા હતા.મૃત્યુનો આંકડો જેમ સમય આગળ વધે એમ મોટો થતો જતો હતો. એક ચોક્કસ સમય બાદ દુનિયાના કોઈને કોઈ ખૂણામાં વિનાશકારી ભૂકંપ આવ્યા જ કરે છે. ઘણીવાર વિચાર આવતો જ હશે તે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે તો ઝરાક અમથી હિલચાલથી ભૂકંપ કેવી રીતે આવે છે.?

એક્સપર્ટે સમજાવી મહત્ત્વની વાત

દિલ્હી યુનિવર્સિટીના જિયોગ્રાફી વિભાગના એક્સપર્ટ પ્રો. ડૉ.સલીમ મીર સમજાવે છે કે, પૃથ્વી સતત ફર્યા કરે છે પણ આપણે સ્થિર છીએ. આને એક ઉદાહરણ સાથે સમજીએ. વિમાનમાં જ્યારે આપણે પ્રવાસ કરીએ છીએ એ સમયે ફ્લાઈટ ટેકઓફ થાય છે પણ આપણે એ જ સીટ પર બેઠા હોઈએ છીએ.અંદર આવ્યા બાદ ખ્યાલ નથી આવતો કે વિમાન ઉડી રહ્યું છે કે, રસ્તા પર સ્થિર ઊભું છે? કારણ કે આપણે તેની અંદર છીએ અને સ્થિર છીએ. એ ફ્લાઈટ સાથે આપણે પણ ટેકઓફ થઈએ છીએ પણ ફીલ થતું નથી. આ ફ્લાઈટ જ્યારે લેન્ડ થાય છે કે હવામાં કોઈ વાદળમાં ફસાય છે ત્યારે ઝટકા આવે છે જે મહેસૂસ થાય છે. 

આ રીતે થાય છે ઈમારત જમીનદોસ્ત

આવું થાય ત્યારે તેની સ્પીડને ડાયરેક્ટ અસર થાય છે. એ સમયે આપણે ઝટકો મહેસૂસ થાય છે. આવું જ અવકાશમાં પૃથ્વી સાથે થાય છે. એ નિયમિતપણે ફરે છે પણ જ્યારે એની ગતિમાં અસર થાય છે ત્યારે ઝટકો અનુભવાય છે. આ ઝટકો એટલો શક્તિશાળી હોય છે કે, વિશાળ ઈમારત પણ જમીનદોસ્ત થઈ જાય છે. આ ઝટકાને ભૂંકપ તરીકે ઓળખવામાં આવે છે.

એક સાથે સતત ઝટકા નથી આવતા પણ થોડા થોડા સમયના અંતરે સતત ઝટકા આવે છે એ પાછળનું કારણ એ છે કે, નાના-નાના વાઈબ્રેશન ફીલ થતા નથી પણ જ્યારે એક વેગ સાથે ઝટકો અનુભવાય છે ત્યારે એની તીવ્રતા વધારે હોય છે અને ભૂકંપ અનુભવાય છે. જે મસમોટી ઈમારત અને જમીનના પડને તોડી નાંખે છે. તિરાડ સાથે જમીન દોસ્ત કરી દે છે. 

સપાટીમાં તિરાડ પડે છે

પૃથ્વીના પેટાળમાં જ્યારે કોઈ એકથી વધારે પ્લેટની ટક્કર વધી જાય છે. એ સમયે એક સાથે મોટી માત્રામાં એનર્જી રિલીઝ થાય છે. આ કારણે તે ગમે તે દિશામાં ગતિ કરે છે અને આગળ વધે છે. આ એનર્જી છેક પૃથ્વીની ઉપરની સપાટી સુધી અનુભવાય છે. જે સામાન્ય પડમાં તિરાડ પાડી દે છે. પૃથ્વીની ઉપરની સપાટી ટેક્ટોનિક પ્લેટમાં વર્ગીકૃત છે.

આવી પ્લેટ જ્યારે પેટાળમાં અથડાય છે એ સમયે વધારે ઝટકા અનુભવાય છે. આવા ઝટકા આવે છે તેની તીવ્રતા માપવા માટે સિસ્મિક તરંગ અને રિક્ટર સ્કેલ મેગ્નિટ્યૂડમાં માપી શકાય છે. 1થી 10ની અંદરના પોઈન્ટમાં એને માપવામાં આવે છે. 

જાપાનમાં અર્થક્વેક પ્રોન ઈમારત

જાપાનમાં એવી ઈમારતો છે જે 8 મેગ્નિટ્યૂટની તીવ્રતાને સહન કરી શકે છે. દિલ્હીમાં 4 મેગ્નિટ્યૂટનો ભૂકંપ પણ તબાહી મચાવી શકે છે. ભારે નુકસાન કરે છે. 6 પોઈન્ટ સુધી પહોંચતા સર્વનાશ કરી દે છે. 5થી આગળ પોઈન્ટ વધે તો નુકસાન મોટું અને જીવલેણ સુધી પહોંચી જાય છે. જે સપાટી પર ઈમારત કે મકાન ખૂબ જર્જરિત કે નબળા છે એને તો નાના અમથા ઝટકામાં મોટી અસર થાય છે. +

જાપાનમાં અર્થક્વેક પ્રોન ઈમારત તૈયાર થતી હોવાને કારણે નાના ઝટકાની અસર થતી નથી. પાયામાં મજબૂતી અને કેટલીક ટેક્નોલોજીને કારણે મસમોટી ઈમારતને ડાયરેક્ટ કોઈ નુકસાન થતું નથી. પણ ભારત જેવા દેશમાં પ્લેટ પર બંધાયેલી ઈમારત આવા ઝટકા સહન કરવા સમક્ષ ન હોવાને કારણે ભારે નુકસાન થાય છે.