આપણામાંથી ઘણી વખત એવો અનુભવ કે પ્રશ્ન થયો જ હશે કે અત્યંત હેન્ડસમ અને સ્માર્ટ પુરુષો એકલા હોય છે, જ્યારે એક સામાન્ય દેખાતો છોકરો તેની પાર્ટનર સાથે ખૂબ ખુશ હોય છે. તેનું કારણ માત્ર નસીબ નથી, પણ તેનું વ્યક્તિત્વ છે. સ્ત્રીઓ માત્ર ચહેરો નથી જોતી, પણ એ જુએ છે કે તે પુરુષની સાથે રહીને પોતે કેવું અનુભવે છે. આજે આપણે આ સ્ટોરીમાં જાણીશું કે મહિલાઓને આખરે કેવા પ્રકારના પુરુષો ગમે છે કે પછી મહિલાઓ પુરુષોમાં એવું તે શું જુએ છે?
સુનતે હો...
દરેક વ્યકિતે બુદ્ધિમાન હોવું જોઈએ, પરંતુ બુદ્ધિમત્તાની સાથે સાથે સામા પક્ષને સાંભળી લેવો એ પણ એક પ્રકારની મહાનતા જ છે. જે પુરુષ મહિલાઓની વાતોને ગંભીરતાથી સાંભળે છે અને તેની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરે છે, એવા પુરુષો મહિલાઓને સૌથી વધુ આકર્ષક લાગે છે. મુશ્કેલ સમયમાં સલાહ આપવાને બદલે 'હું તારી સાથે છું' એવું કહેવું એ જ રિયલ ઈન્ટેલિજન્સ છે.
કોન્ફિડન્સ હૈ પહેલી પસંદ
વાત કરીએ મહિલાઓને પુરુષોમાં સૌથી વધારે ગમે છે એની તો મહિલાઓને હંમેશાથી જ આત્મવિશ્વાસથી ભરપૂર પુરુષો ગમે છે, અહંકારી નહીં. જે પુરુષ પોતાની ભૂલ સ્વીકારી શકે અને બીજાના મંતવ્યોને માન આપી શકે, તેનો આત્મવિશ્વાસ 'સાઈલન્ટ પાવર' જેવો હોય છે. આવા પુરુષો આત્મવિશ્વાસના જોરે કોઈને દબાવતો નથી, પણ તે સૌને સાથે લઈને ચાલે છે, એટલે મહિલાઓને સઔથી વધારે ગમે છે.
એનર્જી અને પેશનથી ભરપૂર
આઈ નો આઈ નો દરેક વ્યક્તિ કંઈ કલાકાર ના હોઈ શકે અને કલાકાર હોવું એટલે માત્ર પેન્ટિંગ કરવી, કવિતા કરવી કે શેરો-શાયરી કરવી એવું નથી. પોતાના કરિયર કે શોખ પ્રત્યે જે પુરુષો એકદમ પેશનેટ હોય, એવા પુરુષો મહિલાઓને પોતાની તરફ આકર્શિત કરે છે. જે વ્યક્તિ પોતાના સપનાઓ માટે ગંભીર છે, તે સંબંધો માટે પણ ગંભીર હશે તેવું સ્ત્રીઓ માને છે.
રાજુ બન ગયા જેન્ટલમેન
થોડું ઓલ્ડ ફેશન લાગી શકે છે પરંતુ આજના જમાનામાં પણ સ્ત્રીઓને એવો પુરુષ ગમે છે જે તેને માન આપે. કારનો દરવાજો ખોલવો કે બિલ ચૂકવવું એ માત્ર રીતભાત નથી, પણ તે 'સન્માન'ની નિશાની છે. સેન્સિટિવ પુરુષ સ્ત્રીની મર્યાદાઓ અને તેની પસંદ-નાપસંદનો ખ્યાલ રાખે છે.
ગુડ સેન્સ ઓફ હ્યુમર ભી હૈ ઝરૂરી
સ્ટ્રેસથી ભરપૂર લાઈફમાં આજે પણ મહિલાઓને તેમને હસાવે, તેમને ખુશ રાખે, હળવુ ફીલ કરાવે એવા પુરુષો ખૂબ જ પસંદ આવે છે. જીવનના તણાવમાં જે પુરુષ સ્ત્રીને હસાવી શકે, તે તેના દિલમાં જલ્દી જગ્યા બનાવી લે છે. હસમુખો સ્વભાવ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિને હળવી બનાવી દે છે. સ્ત્રીઓ એવા પાર્ટનરને પસંદ કરે છે જેની સાથે તે ખડખડાટ હસી શકે.
સપોર્ટ સિસ્ટમ બનીને સાથે ઉભા રહેનારા
આજની મોર્ડન લાઈફમાં આધુનિક સ્ત્રીને એવો પુરુષો પસંદ આવે છે કે જે તેમના સપનાઓને પાંખો આપે, એમને કહે કે તારે જે કરવું હોય એ કર, હું છું તારી સાથે, જે તેને રોકે-ટોકે નહીં, પણ તેને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે. કોઈ પણ સંબંધમાં સામેવાળા પાત્રને આઝાદી આપવી એ પ્રેમની સૌથી મોટી નિશાની છે, એટલે મહિલાઓને આવા પુરુષો પસંદ આવે છે.
કન્સિસ્ટન્સી અને ટ્રસ્ટ છે મહત્ત્વના
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ મહિલાઓને રોમેન્સના મોટા-મોટા વાયદાઓ કરવા કરતાં રોજબરોજની નાની વાતોમાં સાથ આપનારો પુરુષ વધારે પસંદ આવે છે. સ્ત્રીઓ એવા પુરુષને પસંદ કરે છે જે જેના શબ્દો અને વર્તનમાં એકરૂપતા હોય. ભરોસો એ કોઈપણ આકર્ષણનો પાયો છે.