Tue May 05 2026

Logo

સાવધાન! તરબૂચ ખાધા પછી ભૂલેચૂકે પણ આ વસ્તુઓ ન ખાતા, નહીંતર...

2026-05-04 20:54:12
Author: Darshana Visaria
Article Image

અત્યારે ઉનાળાના સમયમાં તરબૂચ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે આ કલિંગર સાથે અનેક વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ? જો ભૂલથી પણ કલિંગર સાથે ના ખાવી જોઈએ એવી વસ્તુઓ સાથે તેનું સેવન કરવામાં આવે તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. ચાલો આજે આ સ્ટોરમાં તમને એવી ફૂડ આઈટમ્સ વિશે જણાવીશું જે કલિંગર સાથે ના ખાવી જોઈએ... 

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર કલિંગર ખાવું એ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે, પરંતુ આ જ કલિંગરને ખોટા સમયે ખાવાથી કે તેની સાથે રોન્ગ ફૂડ કોમ્બિનેશન ખાવાથી હેલ્થને ફાયદાને બદલે નુકસાન પહોંચી શકે છે. હવે આગળ વધીએ અને વાત કરીએ એવી વસ્તુઓ વિશે કે જેનું સેવન કલિંગર સાથે ના કરવું જોઈએ... 

પાણી પીવાનું ટાળો 
તરબૂચમાં કુદરતી રીતે જ 90 ટકા જેટલું પાણી હોય છે. અને લોકો કલિંગર ખાધા બાદ તરત જ પાણી પી લે છે, જેને કારણે ડાઈડજેશનમાં સમસ્યા થઈ શકે છે. આ સિવાય કલિંગર પર તરત જ પાણી પીવાને કારણે પેટ ફૂલાવવાની એટલે બ્લોટિંગની સમસ્યા પણ થઈ શકે છે. 

દૂધ અને દૂધની બનાવટવાળા પદાર્થ
જી હા, તરબૂચ એસિડિક પ્રકૃતિ ધરાવે છે, જ્યારે દૂધમાં પ્રોટીન અને ફેટ હોય છે. જ્યારે દૂધ અને કલિંગર બંનેનું કોમ્બિનેશન કરીને ખાવામાં આવશે મિશ્રણ પેટમાં ગેસ અને ગંભીર પાચન સંબંધી તકલીફો ઊભી કરી શકે છે. આ જ કારણ છે કે હેલ્થ એક્સપર્ટ્સ કલિંગર સાથે દૂધ અને દૂધની બનાવટવાળા ખાદ્યપદાર્થનું સેવન કરવાની મનાઈ કરવામાં આવે છે. 

સાઈટ્રિક ફ્રુટ્સ પણ ખાવાનું ટાળો 
તરબૂચ સાથે અત્યંત ખાટા ફળો જેમ કે સંતરા, મોસંબી વગેરે ના ખાવા જોઈએ. આ બંનેનું કોમ્બિનેશન ખાવાથી  શરીરમાં એસિડનું સ્તર વધી શકે છે, જેને કારણે એસિડિટી અને છાતીમાં બળતરા જેવી સમસ્યા સતાવી શકે છે. 

હાઈ પ્રોટીન ફૂડ અને કલિંગર ડેડલી કોમ્બિનેશન
કલિંગર અને હાઈ પ્રોટીન ફૂડ્સ સાથે પણ કલિંગરનું સેવન નહીં કરવાની સલાહ એક્સપર્ટ્સ દ્વારા આપવામાં આવે છે. પ્રોટીનનું પાચન થવામાં વાર લાગે છે જ્યારે કલિંગર સરળતાથી પચી જાય છે. આવી સ્થિતિમાં બંનેનું કોમ્બિનેશન બનાવીને ખાવું એ ડાઈજેશન સિસ્ટમમાં ડિસ્ટર્બન્સ ઊભું કરી શકે છે. 

આ વાતોનું રાખો ખાસ ધ્યાન
તરબૂચ ખાધા પછી ઓછામાં ઓછી 30થી 45 મિનિટ સુધી અન્ય કોઈ પણ ફૂડ આઈટમ્સ  કે પાણી લેવાનું ટાળવું જોઈએ જેથી શરીર તેને યોગ્ય રીતે પચાવી શકે. નબળી પાચનશક્તિ ધરાવતા લોકોએ રાત્રે તરબૂચ ન ખાવું જોઈએ, કારણ કે રાતના સમયે પાચન પ્રક્રિયા ધીમી હોય છે અને તરબૂચનું સેવન કરવાનું ભારે પડી શકે છે.