Mon Jul 27 2026

Logo

Video: શુભેન્દુના રાજતિલકમાં સર્જાયા ભાવુક દ્રશ્યો, જાણો કોણ છે 98 વર્ષના માખનલાલ સરકાર; PM મોદીએ લીધા આશીર્વાદ

2026-05-09 11:58:00
Author: Mayur Patel
Article Image

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્ય પ્રધાન શુભેન્દુ અધિકરીનો આજે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થયા હતા. સ્ટેજ પર 98 વર્ષના માખનલાલને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. પીએમ મોદી શપથ સમારોહ વખતે મંચ પર પહોંચ્યા ત્યારે હાજર  માખનલાલ સરકારનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું, એટલું જ નહીં  તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. આ સમયે પીએમ મોદી, માખનલાલ સરકાર સહિત ત્યાં હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા હતા.

કોણ છે માખનલાલ સરકાર?
માખનલાલ સરકાર આજે પણ રાષ્ટ્રવાદી આંદોલન સાથે જોડાયેલા શરૂઆતના પાયાના સ્તરના નેતાઓ પૈકીના એક છે. 1952માં કાશ્મીરમાં ભારતીય ત્રિરંગો લહેરાવવાના આંદોલન દરમિયાન શ્યામા પ્રસાદ મુખર્જીની સાથે હોવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન તેઓ જેલમાં રહ્યા હતા.

1980માં ભાજપની સ્થાપના બાદ તેઓ પશ્ચિમ દિનાજપુર, જલપાઈગુડી અને દાર્જિલિંગ જિલ્લાના સંગઠનાત્મક સંયોજક બન્યા. માત્ર એક જ વર્ષમાં તેમણે લગભગ 10,000 સભ્યોને પાર્ટીમાં જોડવામાં મદદ કરી હતી. 1981થી સતત સાત વર્ષ સુધી તેમણે જિલ્લા પ્રમુખ તરીકે સેવા આપી હતી. તે સમયે આ એક અસાધારણ સિદ્ધિ હતી, કારણ કે સામાન્ય રીતે ભાજપના નેતાઓ કોઈ એક સંગઠનાત્મક પદ પર બે વર્ષથી વધુ સમય રહી શકતા નહોતા.