Mon Jul 20 2026

Logo

વંદે માતરમના અપમાન પર ત્રણ વર્ષ જેલની સજા, મોનસુન સત્રમાં રજૂ કરાશે બિલ

2026-07-19 16:21:39
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર સોમવારથી શરૂ થઇ રહેલા સંસદના શિયાળુ સત્રમાં અનેક  મહત્વના બિલો રજૂ કરવાની છે. આ દરમિયાન સંસદના પ્રથમ દિવસે જ  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રાષ્ટ્ર ગીત વંદે માતરમને લઈને એક બિલ રજૂ કરવાના છે. જેમાં જો કોઇ વ્યક્તિ જાણી જોઇને રાષ્ટ્ર ગીતનું અપમાન કરશે તો તેને ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઇ છે.

વંદે માતરમ ને રાષ્ટ્રગીત જન ગણ મન જેટલું જ સન્માન અપાશે 

આ બિલનું નામ પ્રીવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ હોનર( એમેન્ડમેન્ટ) બિલ 2026 છે. આ બિલમાં વંદે માતરમ ને રાષ્ટ્રગીત જન ગણ મન જેટલું જ સન્માન આપવામાં આવશે. આ બિલ સરકારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત બનાવશે. 

બિલ પર વિપક્ષે આકરી  પ્રતિક્રિયા આપી

જોકે, વંદે માતરમ' સંબંધિત બિલ પર વિપક્ષે આકરી  પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે તેને ગેરબંધારણીય ગણાવ્યું છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટી તેને વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાના પ્રયાસ તરીકે જુએ છે. જ્યારે રાષ્ટ્રીય જનતા દળ  તેને સરકાર તરફથી ખોટી પ્રાથમિકતા ગણાવે છે.