Sat May 02 2026

Logo

અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસમાં પિરસાયેલા ભોજનમાં જીવાત હોવાની ફરિયાદ

2026-04-07 18:19:19
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસમાં પિરસવામાં આવતા ભોજનમાં  જંતુઓ જોવા મળ્યાનો એક મુસાફરે આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, યુઝર આદિત્ય ડિડવાણિયાએ દાવો કર્યો હતો કે તેમના કોચમાં આવા ઓછામાં ઓછા બે કિસ્સા નોંધાયા હતા, જેના કારણે મુસાફરો પોતે ઓર્ડર કરેલું ભોજન ખાઈ શક્યા ન હતા. તેમણે કેટરિંગ કંપનીની ઓળખ મેસર્સ બ્રાન્ડવન ફૂડ પ્રોડક્ટ્સ તરીકે કરી, જે આરકે ગ્રુપનો ભાગ છે.

ભારતીય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથિરિટી ઓફ ઈન્ડિયા, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, રેલવે મંત્રાલય અને ભારતીય રેલવે કેટરિંગ અને પર્યટન નિગમ સહિતના અધિકારીઓને ટેગ કરીને, મુસાફરે વિક્રેતા સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની  માગણી કરી હતી. તેમણે વધુમાં ખોરાક બનાવવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવાની માંગ કરી હતી. આરોપ લગાવ્યો હતો કે એફએસએસએઆઈ દ્વારા નિર્ધારિત ધોરણોનું પાલન કરવામાં આવ્યું નથી. મુસાફરે કડક કાર્યવાહીની પણ માંગ કરી હતી, જેમાં તપાસમાં જો નિયમોનું ઉલ્લંઘન વિક્રેતાનું લાઇસન્સ રદ કરવા સહિતની કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. 

દરમિયાન, આઈઆરસીટીસીએ સોશિયલ મીડિયા પર ફરિયાદનો જવાબ આપતા કહ્યું, દિલગીરી વ્યક્ત કરી હતી અને તપાસ કરવાની ખાતરી આપી હતી. રેલવે અધિકારીઓએ હજુ સુધી આ બાબતે કોઈ વધુ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.