Sun Sep 13 2026

Logo

‘ભૂત બાંગ્લા’ફિલ્મની 200 કરોડ ક્લબમાં એન્ટ્રી,મિશ્ર પ્રતિસાદ છતાં બોક્સઓફિસ પર દમદાર કમાણી

2026-05-01 22:35:06
Author: Mumbai Samachar Team
‘ભૂત બાંગ્લા’ફિલ્મની 200 કરોડ ક્લબમાં એન્ટ્રી,મિશ્ર પ્રતિસાદ છતાં બોક્સઓફિસ પર દમદાર કમાણી

Bhooth Bangla (2026)


મુંબઈઃ અક્ષય કુમારની હોરર-કોમેડી ફિલ્મ 'ભૂત બાંગ્લા' આજે સુપરહિટ સાબિત થવા જઈ રહી છે. આ ફિલ્મ રીલિઝ થયાના ટૂંકાગાળામાં 100 કરોડ રૂપિયાનો દમદાર વકરો કર્યો હતો. 
રીલિઝ થયાના 15 દિવસમાં ફિલ્મે 200 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આમ તે 200 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે.બોક્સઓફિસ પર ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે છતાં ફિલ્મ ધીમે ધીમે રફ્તાર કમાણીના મામલે પકડી રહી છે. 

પ્રોડક્શન ખર્ચ વસુલ થયો
આશરે 120 કરોડના બજેટમાં તૈયાર થયેલી ફિલ્મ 'ભૂત બાંગ્લા' એ પોતાનો પ્રોડક્શનનો ખર્ચો કમાઈ લીધો છે. દર્શકોને નવો ઝોન અને નવી વાર્તાથી આકર્ષવામાં પ્રિયદર્શન સફળ રહ્યા છે. પેઈડ પ્રીવ્યૂમાં 3 કરોડની કમાણી કરી હતી, જ્યારે ઑપનિંગ ડે પર 12.25 કરોડનો વકરો કર્યો હતો. એક અઠવાડિયામાં 84 કરોડ અને બીજા અઠવાડિયે 43 કરોડનો વકરો ફિલ્મે કર્યો હતો. હવે 15 દિવસનું કુલ ક્લેક્શન 100 કરોડને પાર કરી ગયું હતું. જ્યારે એકલા 15માં દિવસનું ક્લેકશન 3 કરોડ રહ્યું હતું. બોક્સઓફિસના ગ્રોસ રેટની વાત કરવામાં આવે તો ફિલ્મે 131 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે વર્લ્ડવાઈડ ક્લેક્શન સાથે વાત કરવામાં આવે તો આ આંકડા કરતા અનેકગણું વધારે ક્લેક્શન થયું છે.

વર્લ્ડવાઈડ ક્લેક્શન
1 મેના સાંજ સુધીના રિપોર્ટ અનુસાર ફિલ્મે 100 મિલિયન ડૉલરથી વધારે વર્લ્ડવાઈડ કમાણઈ કરી હતી. સમગ્ર દુનિયાની સ્ક્રિન પર ફિલ્મનું ટોટલ ક્લેકશન 200 સુધી પહોંચી ગયું છે. આમ અક્ષયની ફિલ્મ 200 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. 1 મેના રોજ 'રાજા શિવાજી'  ફિલ્મ પણ રીલિઝ થઈ છે. આ સાથે જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની ફિલ્મ 'એક દિન' પણ રીલિઝ થઈ છે. આ ફિલ્મ ધીમે ધીમે આગળ વધી રહી છે. બોક્સ ઓફિસ પર ઑપનિંગ ડે ઈનકમ 76 કરોડ રૂપિયાની રહી હતી. આ ફિલ્મને લઈ ખાસ કોઈ પ્રમોશન થયું નથી પણ ફિલ્મની વાર્તા પરથી કહી શકાય કે ફિલ્મ ઠીકઠાક ચાલશે.