Tue Aug 25 2026

Logo

વડોદરાના મેયર તરીકે કોની થઈ પસંદગી, જાણો વિગત

2026-05-28 11:02:00
Author: Mayur Patel
વડોદરાના મેયર તરીકે કોની થઈ પસંદગી, જાણો વિગત

વડોદરાઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એક મહિના બાદ હાલ વિવિધ મહાનગરોમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂકનો દોર ચાલી રહ્યો છે. જે અંતર્ગત વડોદરાના મેયર તરીકે ગીતા મકવાણાની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન તરીકે વર્ષાબેન વ્યાસની વરણી કરાઈ હતી.

 પ્રદેશ ભાજપ તરફથી મંજૂરી મળ્યા બાદ આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આગામી અઢી વર્ષ માટે આ પદાધિકારીઓ શહેરના વિકાસ અને નગરવ્યવસ્થાની જવાબદારી સંભાળશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 76 બેઠકમાંથી 69 બેઠક પર જીત હાંસ કરી હતી. કૉંગ્રેસને 6 તથા અન્યને 1 બેઠક મળી હતી.

આ પહેલાં 26 મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, પોરબંદર, નડિયાદ, મહેસાણા એમ કુલ 8 મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી હતી.