ચમોલીઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા પીપલકોટી વિસ્તારમાં ગઈ કાલે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ વિસ્તારમાં આવેલ HCC સાઈટ પર નિર્માણાધીન ડીઆરટી ટનલ ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 7 મજૂરોના મોત થયાં છે. જ્યારે 18 મજૂરોનું રેક્સ્યુ કરી લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે હજી પણ બચારકાર્ય અને શોધખોળ કરવામાં આવી રહી છે. હજી પણ અંદર મજૂરો હોવાની આશંકા સાથે સુરક્ષાદળો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
અંદર ફસાયેલા 18 મજૂરોનું રેક્સ્યુ કરવામાં આવ્યું
આ દુર્ઘટના ગુરૂવારે સાજે સાત વાગ્યે હાઇડ્રો પ્રોજેક્ટની ટનલની અંદરના પોલાણમાંથી અચાનક કાટમાળ અને પાણીનો મોટો જથ્થો બહાર નીકળી ગયો, જેના કારણે અંદર કામ કરતા કામદારો ફસાઈ ગયા હતાં. આ મામલે જાણ થતાની સાથે એસડીઆરએફ , એનડીઆરએફ, જિલ્લા વહીવટી તંત્રની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. કાટમાળ વધારે જમા થયો હોવાથી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન બંધ કરી દેલવામાં આવ્યું હતું, પરંતુ બાકી લોકોના મૃતદેહને બહાર કાઠવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
ટનલના પ્રોજેક્ટમાં 1.8 કિમી અંદર આ દુર્ઘટના સર્જાઈ
સૂત્રો જણાવ્યાં પ્રમાણે આ ટનલમાં ગેટથી લઈને અંદર આશરે 1.8 કિમી સુધી કાટમાળ અને પાણી લાવવાનું કામ મજૂરો કરી રહ્યાં હતા. આ દરેક મજૂરો અંદર ફસાઈ ગયાં હોવાથી તેમની શોધ શરૂ કરી દેવામાં આવી હતી. 3.5 કિમી લાંબી ટનલના પ્રોજેક્ટમાં 1.8 કિમી અંદર આ દુર્ઘટના સર્જાઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે, અંદર ગ્રેવીટી પેકિંગનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન બ્લાસ્ટ થયો હતો. જેના કારણે પાણી સાથે ભારે કાટમાળ ટનલ ભરવા લાગ્યો હતો.
#WATCH चमोली, उत्तराखंड: NDRF के टीम कमांडर अमृत लाल मीणा ने कहा, "जब हमारी टीम यहां पहुंची और ऑपरेशन शुरू किया, तो सुरंग में भारी मात्रा में पानी भरा हुआ था और किनारों से भी पानी रिस रहा था, अभी तक पानी काफी भर गया है...हमारे जवान खास उपकरण पहनकर अब तक पानी से 4 शव निकाल चुके… https://t.co/x3jqcB2nkY pic.twitter.com/d0fYxfft9X
— ANI_HindiNews (@AHindinews) August 13, 2026
બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવાનો નિર્દેશ
ઘટનાની જાણ થતાં મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવાનો નિર્દેશ આપ્યો. અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવાના નિર્દેશો પણ જારી કરવામાં આવ્યા. મુખ્ય પ્રધાન ધામીએ છત્તીસગઢ અને ઝારખંડના મુખ્ય પ્રધાનઓ સાથે પણ વાત કરી, કારણ કે આ રાજ્યોના કામદારો ટનલના નિર્માણમાં રોકાયેલા હતા. તેઓ બચાવ કામગીરી પર સતત નજર રાખી રહ્યા છે.