Thu Sep 03 2026

Logo

અમેરિકામાં હુમલાખોરના ટાર્ગેટને લઇને મોટો ખુલાસો, ઈરાન કનેકશનની પણ તપાસ

WASINTON DC   2026-04-26 19:40:00
Author: Chandrakant Kanoja
અમેરિકામાં હુમલાખોરના ટાર્ગેટને લઇને મોટો ખુલાસો, ઈરાન કનેકશનની પણ તપાસ

વોશિંગ્ટન: અમેરિકા ફરી એકવાર સત્તામાં રહેલા લોકોને ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં આયોજિત વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર દરમિયાન અચાનક ગોળીબાર થયો હતો. જોકે, યુએસ સિક્રેટ સર્વિસે હુમલાખોરની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. જેમા તેના ટાર્ગેટ અંગે મોટો ખુલાસો થયો છે.તેમજ આ તપાસમાં એફબીઆઈ પણ જોડાઇ છે. 

પહેલા શિકાગો અને પછી વોશિંગ્ટન ડી.સી. પહોંચ્યો હતો

અમેરિકાના કાર્યકારી એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે જણાવ્યું છે કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓને નિશાન બનાવવા આવ્યા હતા.જેમાં સંભવિત રીતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે હુમલાખોરે ખૂબ લાંબું અંતર કાપીએ અહિયાં પહોંચ્યો હતો. તે કેલિફોર્નિયાથી ટ્રેન દ્વારા મુસાફરી કરી હતી. પહેલા શિકાગો અને પછી વોશિંગ્ટન ડી.સી. પહોંચ્યો હતો. જ્યાં તેણે તે જ હોટેલમાં રૂમ બુક કરાવ્યો હતો જ્યાં આ હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટ થઈ રહી હતી.

ઈરાન કનેકશન અંગે પણ તપાસ

હુમલાખોર કોલ થોમસ એલન હાલ કસ્ટડીમાં છે અને તેના પર અનેક ગંભીર આરોપો છે. તેમજ તે તપાસમાં સહકાર નથી આપી રહ્યો. એજન્સીઓ  તેના મોબાઇલ ફોન, લેપટોપ અને લેખિત નોંધોની તપાસ કરી રહી છે.  તેમજ કથિત રીતે ઈરાન કનેકશન અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. એટર્ની જનરલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે અત્યાર સુધી ઈરાન કનેકશનના  કોઈ નક્કર પુરાવા મળ્યા નથી અને તપાસ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, આ હુમલો થયો ત્યારે આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલાનિયા, ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હિલ્ટન હોટેલમાં હાજર હતા. જ્યારે સુરક્ષા કર્મચારીઓએ બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.