Thu Sep 03 2026

Logo

અમેરિકામાં U Visa મેળવવા 11 પાટીદારોએ કર્યો આવો કાંડ...

Washington DC   2026-03-14 11:34:00
Author: Mayur Patel
અમેરિકામાં U Visa મેળવવા 11 પાટીદારોએ કર્યો આવો કાંડ...

REUTERS


વોશિંગ્ટન ડીસીઃ  અમેરિકામાં 11 ભારતીય નાગરિકો સામે વીઝા છેતરપિંડી અને કાવતરું રચવાનો ગંભીર આરોપ લાગ્યો છે. તેમની એફબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમણે U Visa અને ગ્રીન કાર્ડ મેળવવા માટે દુકાનમાં નકલી લૂંટનું કાવતરું રચ્યું હતું.

આરોપીઓએ અમેરિકાના વિવિધ રાજ્યોમાં કન્વીનિઅંસ સ્ટોર તથા દારૂની દુકાનો પર નકલી હથિયારબંધ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. તેમનો હેતુ સ્ટોરમાં હાજર ક્લાર્કોને ખુદને ક્રાઈમ વિક્ટિમ બતાવવાનો હતો.

શું છે U Visa 

અમેરિકાના કાયદા મુજબ, જે લોકો કોઈ ગુનાનો શિકાર બન્યા હોય અને તપાસમાં મદદ કરે તેમને U Visa મળે છે. આ વીઝા આગળ જઈને ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ મોકળો કરે છે.

કેવી રીતે થયો પર્દાફાશ

ચાર્જશીટ મુજબ, લૂંટ દરમિયાન એક નકલી લૂંટારુ દુકાનમાં ઘૂસીને ક્લાર્ક અથવા માલિકને હથિયાર બતાવીને ધમકાવતો અને કેશ રજિસ્ટરમાંથી ડોલર લઈને ફરાર થઈ જતો હતો. આ સમગ્ર ગટના સ્ટોરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતી હતી. લૂંટારા ભાગી ગયાની 5 મિનિટ પછી પોલીસને ફોન કરવામાં આવતો હતો. આ સેટિંગ માટે પીડિતોએ મુખ્ય માસ્ટરમાઈન્ડને પૈસા આપ્યા હતા. જેના બદલામાં સ્ટોર માલિકોને પણ હિસ્સો આપવામાં આવતો હતો. પોલીસ તપાસ દરમિયાન આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.

પકડાયેલા આરોપીઓના નામ

પકડાયેલા આરોપીઓએ જિતેન્દ્રકુમાર પટેલ (ઉ.વ.39), મહેશકુમાર પટેલ (ઉ.વ.36), સંજયકુમાર પટેલ (ઉ.વ.45), દીપિકાબેન પટેલ (ઉ.વ.40), રમેશભાઈ પટેલ (ઉ.વ.52), અમિતાબેન પટેલ (ઉ.વ.43) રોનકકુમાર પટેલ (ઉ.વ.28), સંગીતાબેન પટેલ (ઉ.વ.36), મિંકેશ પટેલ (ઉ.વ.42), સોનલ પટેલ (ઉ.વ.42) અને મિતુલ પટેલ (ઉ.વ.40) સામેલ છે.

કેટલો થઈ શકે છે દંડ

આ પૈકી કેટલાકની મૈસાચુસેટ્સ, ઓહાયો અને કોંટકીથી ધરપકડ કરવામાં આવી છે. વીઝા ફ્રોડનું કાવતરું રચવા માટે તેમને 5 વર્ષ સુધીની જેલ અને 2,50,000 અમેરિકન ડોલર (આશરે 2 કરોડ રૂપિયા)ના દંડની સજા થઈ શકે છે.