તહેરાનઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી ઈરાન-ઈઝરાયલ વચ્ચેની લડાઈમાં દરરોજ નવા વળાંક જોવા મળી રહ્યા છે. આ લડાઈમાં હવે અમેરિકાને દરરોજ મોટા ફટકા પડી રહ્યા છે. અમેરિકી વાયુ સેનાને શુક્રવારે મોટો ફટકો પડ્યો હતો. ઈરાકમાં અમેરિકી સૈન્યના એક યુદ્ધ વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. KC-135 રિફ્યૂલિંગ વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. આ દરમિયાન વિમાન કુલ છ ક્રુ મેમ્બર્સ હતા, જેમાંથી ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે.
હુમલો નહીં દુર્ઘટના હોઈ શકે
અમેરિકી સૈન્યના સેન્ટ્રલ કમાન્ડે ક્રુ મેમ્બર્સના મૃત્યના વાવડની પુષ્ટિ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર તેમણે લખ્યું હતું કે, KC-135 રિફ્યૂલિંગ વિમાનમાં છ માંથી ચાર ક્રૂ મેમ્બર્સના મોત થયા છે, જ્યારે બે વ્યક્તિઓની તપાસ ચાલુ છે. રેસક્યૂ ઑપરેશન ચાલું કરી દેવાયું છે.
આ ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટમાંથી કંઈ સામે આવે છે તો સ્પષ્ટતા કરવામાં આવશે. અમેરિકી સૈન્યએ એવી સ્પષ્ટતા કરી કે, જે રીતે વિમાન તોડી પાડવામાં આવ્યું છે એ કોઈ દુશ્મન દેશનો હુમલો નથી અથવા કોઈ ફ્રેન્ડલી ફાયર પણ નથી. આ કોઈ દુર્ઘટના હોઈ શકે છે. આ ઘટના પાછળ કોઈનો હુમલો ન હોઈ શકે.
અમેરિકાને યુદ્ધ આર્થિક રીતે નુકસાન કરશે
ઈરાન સાથે આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલ્યું તો નુકસાન અમેરિકાને છે. દૈનિક ધોરણે અબજો ડૉલર ખર્ચાઈ રહ્યા છે. સૈન્યની સર્વિસ અને જરૂરી સામાન પાછળ કરોડો ડૉલરનો ખર્ચો થઈ રહ્યો છે. બીજી તરફ આ યુદ્ધની આર્થિક રીતે માઠી અસર અમેરિકાના અર્થતંત્રને પણ થશે. ક્રૂડ ઓઈલનું સંક્ટ સમગ્ર દુનિયાના દેશ પર તોળાઈ રહ્યું છે. એવામાં અમેરિકા આ યુદ્ધને લઈ લાંબા સમય સુધી ખેંચશે તો નુકસાનમાં સૌથી વધુ ફટકો અમેરિકાને પડવાનો છે.