Thu Jun 18 2026

Logo

અનુજ અગ્નિહોત્રી UPSC ટોપર, ડોક્ટર સાહેબને કઈ રીતે મળી સફળતા?

2026-03-06 16:49:35
Author: Viral Rathore
Article Image

દિલ્હીમાં SDM હોવા છતાં UPSC માટે પ્રયાસ ચાલુ રાખ્યા ને ફળ મળ્યું
 
નવી દિલ્હીઃ UPSC (Union Public Service Commission)ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આ વર્ષે અનુજ અગ્નિહોત્રીએ આ પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે. ટોપ રેંક સાથે પાસ થતા હવે અનુજ UPSCની તૈયારી કરતા દેશના લાખો-કરોડો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઓ પૈકી UPSCને ઉત્તમ પરીક્ષા માનવામાં આવે છે. દરવર્ષે દેશભરમાંથી યુવાનો આ પરીક્ષાનું ફોર્મ ભરે છે, તૈયારીઓ કરે છે અને કસોટી પાસ કરીને દેશની સેવામાં જોડાય છે. આ પરીક્ષા ખૂબ કઠિન હોય છે અને પ્રથમ પ્રયાસમાં પાસ કરવી લોઢાના ચણા સમાન હોય છે. લેખિત અને ઈન્ટરવ્યૂ એમ બંન્નેનું પરિણામ આવી ગયું છે.આ પરીક્ષાના મેરિટ લિસ્ટમાં પ્રથમ નામ અનુજ અગ્નિહોત્રીનું આવ્યું છે. 

કોણ છે અનુજ અગ્નિહોત્રી?
અનુજ અગ્નિહોત્રી UPSC પરીક્ષામાં ટોપર આવ્યો છે. મૂળ તે રાજસ્થાનના રાવતભાટાનો રહેવાસી છે. UPSCની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે. ગ્રેજ્યુએશન જોધપુરથી પૂર્ણ કર્યા બાદ સિવિલ સર્વિસીસમાં જોડાવવા માટે આ પરીક્ષાની તૈયારીઓ કરી હતી. જોકે, AIIMSમાંથી MBBS કર્યુ અને વર્ષ 2023માં આ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી. એ પછી એમણે Danics જોઈન કર્યુ, જે સેન્ટ્રલ સિવિલ સર્વિસની સેવા પૈકીની એક છે. અનુજને પરિશ્રમ અને ધૈર્યનું પરિણામ પ્રાપ્ત થયું છે. બોર્ડની પરીક્ષામાં પણ તેમણે 94 ટકા પ્રાપ્ત કર્યા હતા. આ પહેલા પણ તે UPSCની પરીક્ષામાં પાસ થઈ ચૂક્યો છે. દિલ્હીમાં SDM તરીકે પોસ્ટિંગ મળ્યા બાદ પણ સારા રેંક માટે પ્રયાસ ચાલુ રાખ્યા હતા. ત્રીજા પ્રયાસમાં તેમણે ટોપ રેંક પ્રાપ્ત કર્યો

માતા-પિતાનો સહયોગ
અનુજને બાળપણથી જ માતા પિતાનો સહયોગ પ્રાપ્ત થયો છે. એમના પિતા કે.બી. અગ્નિહોત્રી રાજસ્થાનના પરમાણું ઊર્જા સ્ટેશનના યુનિટમાં કામ કરે છે. માતા મંજુદેવી એક ગૃહિણી છે. અનુજ ટોપર બન્યો છે એ વાવડ પ્રાપ્ત થતા સમગ્ર રાજસ્થાન અને ચિત્તોડગઢમાં આનંદનો ઉત્સવ શરૂ થયો છે. પરિણામ જાહેર થયા બાદ અનુજે કહ્યું હતું કે, આ સફળતાને હું અનુભવી શકું છું. કઠોર પરિશ્રમ અને ધૈર્યનું આ પરિણામ છે. નસીબ સાથ આપે તો પણ પરિણામ શ્રેષ્ઠ આવે છે.