Fri May 22 2026

Logo

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો આ યોગ્ય સમયઃ સુપ્રીમ કોર્ટે કરી મહત્ત્વની ટિપ્પણી...

2026-03-10 16:14:26
Author: Viral Rathore
Article Image

શરિયા કાયદા અને મુસ્લિમ મહિલાઓના અધિકારો પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યો પોતાનો દૃષ્ટિકોણ

નવી દિલ્હીઃ સમાન નાગરિક સંહિતા (યુસીસી)ને લઈને દેશમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટે આ વિષય પર મહત્ત્વની ટિપ્પણી કરતા કહ્યું કે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સમય આવી ચૂક્યો છે. વર્ષ 1937ના શરિયા કાનૂનની કેટલીક જોગવાઈઓનો ઉલ્લેખ કરી મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવવાળી નીતિ ગણાવી તેને નાબૂદ કરતી એક અરજી પર પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કર્યો હતો. કોર્ટે સ્પષ્ટતા કરી કે, આ એક સારો વિષય છે. આ વિષય પર સરકાર વિચાર કરી શકે છે. 

સમાન નાગરિક સંહિતાનો કાયદો
દરેક ધર્મની મહિલાઓને ન્યાય અપાવવા માટે સમાન નાગરિક સંહિતાનો કાયદો હવે જરૂરી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે કહ્યું કે જો અદાલત શરિયા વારસાગત કાયદાને રદ કાનૂની રીતે શૂન્યાવકાશ સર્જાશે, કારણ કે કે મુસ્લિમ વારસાગત વ્યવસ્થાને માર્ગદર્શન આપતો કોઈ બંધારણીય કાયદો હાલમાં નથી. અરજદારવતી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, સુધારાઓ પ્રત્યેના આપણા અતિ ઉત્સાહમાં, તેમને વંચિત પણ કરી શકીએ છીએ અને તેમને પહેલાથી મળતા હકો કરતાં ઓછા હકો મળી શકે. જો વર્ષ 1937નો શરિયા કાયદો રદ થઈ જાય, તો પછી શું થશે? 

જસ્ટિસ બાગચીએ કરી મહત્ત્વની ટિપ્પણી
જસ્ટિસ બાગચીએ જણાવ્યું હતું કે, ભેદભાવના મુદ્દે આ કેસ ખૂબ મજબૂત છે, પરંતુ શું એવું યોગ્ય નહીં હોય કે અદાલત આ મુદ્દો વિધાનસભાના વિવેક પર છોડી દે, જેને રાજ્યના નીતિનિર્દેશક તત્ત્વો (DPSP) મુજબ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની સત્તા આપવામાં આવી છે? જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, તેનો જવાબ યુનિફોર્મ સિવિલ કોડ છે. જસ્ટિસ બાગચીએ આ વાત પર ભાર મૂક્યો કે ‘એક પુરુષ – એક પત્ની’ નો નિયમ તમામ સમુદાયો પર સમાન રીતે લાગુ પડતો નથી. આ વિષય પર પ્રશાંત ભૂષણની દલીલ હતી કે, મુસ્લિમ મહિલાઓને પુરૂષ સમાન અધિકાર પ્રાપ્ત છે. જો કોર્ટ વર્ષ 1937ના મુસ્લિમ પર્સનલ લૉ (શરિયા) એપ્લિકેશન એક્ટને રદ્દ કરે છે તો ભારતીય વારસદારના અધિનિયમ સંબંધિત કાયદાઓ લાગુ પડી શકે