Tue Aug 25 2026

Logo

યુક્રેનના વડાપ્રધાન યુલિયા સ્વિરીડેન્કોએ રાજીનામું આપ્યું,નવી જવાબદારી સોંપાશે

Kiev   2026-07-12 22:18:50
Author: Chandrakant Kanoja
યુક્રેનના વડાપ્રધાન યુલિયા સ્વિરીડેન્કોએ રાજીનામું આપ્યું,નવી જવાબદારી સોંપાશે

કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન યુક્રેનના વડાપ્રધાન યુલિયા સ્વિરીડેન્કોએ  પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર આ વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું  કે આધુનિક યુક્રેનના સૌથી પડકારજનક સમયગાળા દરમિયાન સરકારનું નેતૃત્વ કરવું એ સન્માનની વાત છે. 

રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ચર્ચા કરી

સ્વિરીડેન્કોએ કહ્યું કે તેમણે નોંધ્યું કે રાજીનામું આપતા પહેલા તેમણે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ભવિષ્યની જવાબદારીઓ અંગે ચર્ચા કરી હતી. જોકે, તેમણે કોઈ નવી ભૂમિકા અંગે વિગતો આપી ન હતી.

સ્વિરીડેન્કો જુલાઈ 2025 માં યુક્રેનના વડાપ્રધાન બન્યા હતા

સ્વિરીડેન્કો જુલાઈ 2025 માં યુક્રેનના વડાપ્રધાન બન્યા હતા. આ પૂર્વે તેમણે દેશના નાણાં મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે યુએસ અને યુક્રેન વચ્ચેના મહત્વપૂર્ણ ખનિજ કરારમાં મધ્યસ્થી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ કરાર યુક્રેનની સુરક્ષા અને યુએસ સહયોગ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

નવી જવાબદારી સોંપવામાં આવશે

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે સ્વિરીડેન્કોને મુખ્ય આંતરરાષ્ટ્રીય ભાગીદાર સાથે સંબંધો મજબૂત કરવાની નવી જવાબદારી સોંપવામાં આવશે. તેમણે સંકેત આપ્યો હતો કે વિદેશ નીતિના તમામ મુખ્ય ક્ષેત્રોમાં જવાબદારીઓ અનુભવી અધિકારીઓને સોંપવામાં આવશે.

યુદ્ધ વચ્ચે વહીવટને વધુ અસરકારક બનાવાશે 

 આ ઉપરાંત કાયદા અમલીકરણ એજન્સીઓના ઉચ્ચ સ્તરે ફેરફારો કરવામાં આવશે.  આ ફેરફારોનો હેતુ યુદ્ધ વચ્ચે વહીવટને વધુ અસરકારક બનાવવાનો છે.