Wed Sep 02 2026

Logo

ઈરાનની મુશ્કેલીઓ વધશે, હવે UAE કરી શકે છે 'ફાયનાન્સિયલ સ્ટ્રાઈક'...

Dubai   2026-03-06 22:53:00
Author: Viral Rathod
ઈરાનની મુશ્કેલીઓ વધશે, હવે UAE કરી શકે છે 'ફાયનાન્સિયલ સ્ટ્રાઈક'...

AI Generated Images


દુબઈઃ ઈરાનની મુશ્કેલીઓમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ઈઝરાયલ બાદ સંયુક્ત આરબ અમીરાતે ઈરાનને પાઠ ભણાવવા માટે મોરચો માંડ્યો છે. UAE ઈરાનની અક્કલ ઠેકાણા લાવવા તૈયારી કરી રહ્યો છે. UAE ઈરાનને આર્થિક રીતે ખાલી કરવાના મૂડમાં છે. ઈરાનની અબજોની સંપત્તિને ફ્રિઝ કરવાની તૈયારીમાં છે. આ માટે તે જે તે કંપનીઓના એકાઉન્ટ પર એક્શન લઈ શકે છે. 

મોંઘવારીના મારમાં હવે આર્થિક ડામ
ઈરાન યુદ્ધના કારણે આર્થિક રીતે નબળું પડી રહ્યું છે. એવામાં હવે ત્યાં મોંઘવારી વધે તો નવાઈ નહીં. હવે ઈરાનની મુશ્કેલીઓ વધવાની છે કારણ કે, દુબઈ-ખાડીના દેશમાં અબજોની કિંમતમાં ઈરાનની સંપત્તિઓ છે. જેને ફ્રિઝ કરવા પર દુબઈ વિચાર કરી રહ્યો છે. UAEના અધિકારીઓ ટ્રેડને છુપાવવા માટે ઉપયોગમાં જે સંપત્તિઓ આવે છે જેના પર કંપનીઓના એકાઉન્ટ પર કાયમી તાળું લગાવી શકે છે. આ સિવાય UAE કરંસી એક્સચેન્જ પર કોઈ મોટું એક્શન લઈ શકે છે, જેનો ઉપયોગ બેંક ચેનલની બહાર પૈસા લઈ જવા માટે કરવામાં આવે છે. 

UAE કરી શકે શેડો ફાયનાન્સ કંપની પર કાર્યવાહી
જો UAE ઈરાનની શેડો કંપનીઓ પર પગલાં લેવાનો નિર્ણય કરે છે કે, મુખ્ય ટાર્ગેટ ઈસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોપ્સ સાથે જોડાયેલા કેટલાક એકાઉન્ટ પર તાળા લાગી શકે છે. આ ઉપરાંત UAEના પોલીસી મેકર્સ ઈરાની જહાંજને જપ્ત કરી ડાયરેક્ટ સમુદ્રમાં મોટા પગલાં ભરી શકે છે. અમેરિકા અને ઈઝરાયલે  સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો હતો.જેના જવાબમાં ઈરાને ખાડીના દેશ પર હુમલો કર્યો હતો. UAEએ ઈરાનને ખાનગી રીતે ચેતવણી આપી હતી.હવે UAE સરકાર ક્યું એક્શન લેશે અને શું પગલાં લેશે એના પર સૌની નજર રહેલી છે. ઈરાને દુબઈમાં પણ હુમલો કર્યો છે. જેના કારણે દુબઈનું વાતાવરણ જે શાંત હતું એ ડહોળાયું હતું.