Mon Oct 05 2026

Logo

તમે પેટમાં જે નાખો તેના વિશે જાણોઃ ગુજરાત આવેલા તુકારામ મુંઢેએ આપી સલાહ

2026-09-26 20:48:51
Author: Pooja Shah
તમે પેટમાં જે નાખો તેના વિશે જાણોઃ ગુજરાત આવેલા તુકારામ મુંઢેએ આપી સલાહ

અમદાવાદઃ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર અને બેબાક મિજાજ માટે જાણીતા અધિકારી તુકારામ મુંઢે ગાંધીનગર ખાતે એક કૉલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવા આવ્યા હતા. અહેવાલો અનુસાર અહીં તેમણે લોકોને સલાહ આપી હતી કે તમે પેટમાં શું નાખો છો, શું ખાઓ છો તે જાણો. તેમણે જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટીના નિયમોનું આપણે પાલન કરતા નથી એ સત્ય છે અને તેની સીધી અસર પબ્લિક હેલ્થ પર પડે છે.

તેમણે બાળકોમાં વધતી સ્થૂળતા મામલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બાળકોની ફૂડ હેબિટમાં સુધારો લાવવાની શરૂઆત પરિવારથી જ થવી જોઈએ. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે સ્કૂલની આસપાસ ફાસ્ટ ફૂડનું વેચાણ ન થવું જોઈએ. મહારાષ્ટ્રમાં સ્કૂલથી 50 મીટર સુધી જંક ફૂડના વેચાણ, જાહેરાત અને બનાવટ પર પ્રતિબંધ છે

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ એનાલોગ પનીર, બટર, ચીઝ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજ્યમાં મનપા અને રાજ્ય સરકાર સતત ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવા રેડ પાડતા રહે છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં તુકારામ મુંઢેએ ફૂડ સેફ્ટી માટે સખત કડક અભિગમ અપનાવતા તેઓ સતત ચર્ચામાં રહે છે અને સોશિયલ મીડિયા પર લોકો તેમની પ્રસંશા કરે છે.