Sat May 02 2026

Logo

ડિવોર્સની અફવાઓ વચ્ચે સાઉથની આ એક્ટ્રેસ સાથે જોડાઈ રહ્યું છે વિજય થલપતિનું નામ...

2026-03-07 20:50:00
Author: Darshana Visaria
Article Image

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી ત્રિશા કૃષ્ણન અત્યારે તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ભારે ચર્ચામાં આવી રહી છે. ખાસ કરીને સુપરસ્ટાર વિજય થલપતિ સાથે તેનું નામ જોડાઈ રહ્યું છે ત્યારે તેની જૂની લવ લાઈફ અને સગાઈના કિસ્સાઓ ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

40 વર્ષની વયે ત્રિશાની કૃષ્ણન પોતાની સુંદરતા અને એક્ટિંગથી આજે કરોડો ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. જોકે, હાલમાં ત્રિશા કૃષ્ણન અત્યારે 'ટોક ઓફ ધ ટાઉન' બની છે તેનું કારણ પ્રોફેશનલ લાઈફ નહીં પણ તેની પર્સનલ લાઈફ છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ત્રિશા સાઉથના સુપરસ્ટાર વિજય થલાપતિને ડેટ કરી રહી છે. વિજય સાથે નામ જોડાવવા પહેલાં પણ ત્રિશાનું નામ અનેક લોકો સાથે જોડાઈ ચૂક્યું છે.

વર્ષ 2025માં ત્રિશા કૃષ્ણનની સગાઈ બિઝનેસમેન અને ફિલ્મ પ્રોડ્યુસર વરુણ મનિયન સાથે થઈ હતી. બંનેના પરિવારની હાજરીમાં આ સગાઈ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી અને ફેન્સ લગ્નની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ, સગાઈના માત્ર ત્રણ મહિનામાં જ બંને જણ છુટા પડી ગયા હતા. એવું કહેવાઈ રહ્યું છે કે કેટલાક અંગત કારણોસર આ સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો નહોતો.

હાલમાં ગ્લેમર વર્લ્ડમાં સૌથી મોટી ચર્ચા એ છે કે ત્રિશા અને સાઉથના મેગાસ્ટાર વિજય થલપતિ એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે વિજય થલાપતિ અને તેમની પત્ની સંગીતા સોર્નાલિંગમના ડિવોર્સના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ફિલ્મ 'લિયો'ના શૂટિંગ દરમિયાન બંનેની નિકટતા વધી હોવાના અહેવાલો છે. જોકે, બંને કલાકારોએ આ બાબતે ક્યારેય સત્તાવાર મહોર મારી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેમની સાથેની તસવીરો હંમેશા વાઈરલ થતી રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિજય થલાપતિ પહેલાં ત્રિશાનું નામ 'બાહુબલી' ફેમ એક્ટર રાણા દગ્ગુબાતી સાથે પણ લાંબા સમય સુધી જોડાયેલું રહ્યું હતું. એ સમયે ઈન્ડસ્ટ્રીમાં બંનેના અફેયરની ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ કોઈ કારણ અનુસાર આ સંબંધ પણ વધારે લાંબો ટકી શક્યો નહીં. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પર્સનલ લાઈફમાં ઉતાર-ચઢાવ હોવા છતાં ત્રિશા અત્યારે તેના કરિયરના સુવર્ણ તબક્કામાં છે. 'પોન્નિયન સેલ્વન' (PS)ની સફળતા બાદ તેની પાસે અત્યારે ઘણી મોટી ફિલ્મો અંડર પાઈપલાઈન છે.