મેષ:
આજે અક્ષય તૃતીયાનો દિવસ મેષ રાશિના જાતકો માટે નવી ઊર્જા અને શક્તિ લઈને આવી રહ્યો છે. ચંદ્ર બીજા ભાવમાં હોવાથી આર્થિક રોકાણ માટે દિવસ ઉત્તમ છે, ખાસ કરીને સોના કે ચાંદીની ખરીદી ભાગ્યશાળી સાબિત થશે. અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. વાણી પર સંયમ રાખવો જરૂરી છે, નહીં તો સંબંધોમાં કડવાશ આવી શકે છે. સાંજના સમયે મિત્રો સાથે હળવી પળો વિતાવશો અને માનસિક શાંતિ અનુભવશો. સંતાનના કરિયરને લઈને આજે તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરશે. ઘરમાં આજે કોઈ લગ્ન નક્કી થતાં ખુશીનો માહોલ જોવા મળશે.
વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. તમારી જ રાશિમાં ચંદ્રનું ભ્રમણ હોવાથી આજે તમે આત્મવિશ્વાસથી છલોછલ રહેશો. અખાત્રીજના પર્વે નવી શરૂઆત કે નવા વેપારના શ્રીગણેશ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. આર્થિક લાભના યોગ છે અને ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. જૂના કોઈ વિવાદનો આજે અંત આવી શકે છે, જેનાથી તમે હળવાશ અનુભવશો. સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી, વધુ પડતો શ્રમ થાક લાવી શકે છે. પ્રોપર્ટી, ગાડી કે દુકાન ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે અને એને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.
મિથુન:
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે, ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. તમારી વાતચીત કરવાની શૈલીથી લોકો પ્રભાવિત થશે અને કાર્યક્ષેત્રમાં નવા આઈડિયાઝ પ્રશંસા પામશે. અક્ષય તૃતીયા પર દાન-પુણ્ય કરવાથી માનસિક શાંતિ મળશે. વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે, પરંતુ કામના ભારણને કારણે પરિવારને ઓછો સમય આપી શકશો. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે, નહીં તો તેમને ખરાબ લાગી શકે છે.
કર્ક:
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કૂબ જ લાભદાયી રહેવાનો છે. ભાવનાત્મક દ્રષ્ટિએ આજનો દિવસ સંવેદનશીલ રહેશે, તેથી લાગણીમાં વહીને કોઈ મોટો નિર્ણય ન લેવો. અખાત્રીજ પર પરિવાર સાથે પૂજા-પાઠમાં સમય વિતાવવો લાભદાયી રહેશે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત બનશે અને અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે. પ્રોપર્ટી કે જમીન સંબંધિત કામોમાં સફળતા મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે, પરંતુ પાચન સંબંધી તકલીફોથી બચવા બહારનું ખાવાનું ટાળવું. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. પારિવારિક બાબતોનો આજે તમે સાથે મળીને બેસીને ઉકેલ લાવશો.
સિંહ:
સિંહ રાશિના જાતકોની નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે અને સામાજિક પ્રતિષ્ઠા વધશે. અક્ષય તૃતીયાના દિવસે નવી જવાબદારીઓ સ્વીકારવા માટે તમે તૈયાર રહેશો. આર્થિક બાબતોમાં પ્રગતિ થશે અને નોકરીમાં સહકર્મીઓનો પૂરો સાથ મળશે. જીવનસાથી સાથે રોમેન્ટિક પળો વિતાવશો, પરંતુ અહંકારને વચ્ચે આવવા ન દેવો. પિતાના આશીર્વાદથી મુશ્કેલ કામો પણ સરળતાથી પૂર્ણ થશે. આજે તમારે તમારા તમામ કામકાજની યાદી બનાવીને એને પૂરા કરવા પડશે તો જ આ કામ સમયસર પૂરા થશે. જીવનસાથી સાથે આજે તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે.
કન્યા:
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો સારો રહેશે. આજે તમારું ધ્યાન દરેક કામને પરફેક્ટ બનાવવામાં રહેશે, જેનાથી તમારી કાર્યક્ષમતામાં સુધારો થશે. ભાગ્યનો સાથ મળવાથી લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થશે. અખાત્રીજ પર કોઈ નવી કળા કે જ્ઞાન શીખવાની શરૂઆત કરી શકાય છે. નાણાકીય રોકાણ માટે દિવસ અનુકૂળ છે, પરંતુ દસ્તાવેજોની ચકાસણી ચોક્કસ કરવી. સંતાન તરફથી કોઈ આનંદદાયક સમાચાર મળી શકે છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે લોકો એની સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.
તુલા:
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલન અને સમજદારીથી ભરપૂર દિવસ રહેશે. જીવનમાં ચાલી રહેલી ઉલઝણોનો આજે અંત આવશે અને માનસિક શાંતિ મળશે. અક્ષય તૃતીયા પર જીવનસાથી સાથે મળીને કરવામાં આવેલી ખરીદી સુખદ રહેશે. વેપારમાં નવી ભાગીદારીથી લાભ થવાની શક્યતા છે. કુંવારા લોકો માટે લગ્નના સારા માંગા આવી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, છતાં યોગ અને પ્રાણાયામ ચાલુ રાખવા પડશે. ઘર-પરિવારના સભ્યો સાથે આજે કોઈ જગ્યાએ તમે હરવા-ફરવા જવાનું પ્લાનિંગ કરશો. ઘર-પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે.
વૃશ્ચિક:
આજનો દિવસ આ રાશિના જાતકો માટે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવાનો રહેશે. આજે તમારા માટે ગંભીર રીતે અને ગહન ચિંતન કરવાનો દિવસ છે, જેનાથી કોઈ જટિલ સમસ્યાનો ઉકેલ મળશે. અખાત્રીજ પર પૂજા-અર્ચનામાં રુચિ વધશે, જે આત્મિક શાંતિ પ્રદાન કરશે. કરિયરમાં પ્રગતિ માટે નવી યોજનાઓ બનાવશો અને તેમાં સફળતા પણ મળશે. આર્થિક રોકાણમાં ઉતાવળ ન કરવી, ધીરજથી કામ લેવું. પરિવારમાં હસી-ખુશીનું વાતાવરણ જળવાઈ રહેશે અને જૂના મિત્રો સાથે મુલાકાત થશે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે તમને નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. નાના બાળકો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.
ધન:
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને પ્રેરણાથી ભરપૂર રહેશે. આજે તમને સતત કંઈક નવું કરવાનું મન થશે. મુસાફરી કે પ્રવાસના યોગ છે, જે આનંદદાયી અને લાભદાયી સાબિત થશે. અખાત્રીજ પર કોઈ મૂલ્યવાન વસ્તુની ખરીદી કરવાથી સમૃદ્ધિ આવશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો સારો દિવસ છે. પ્રેમ સંબંધોમાં વધુ નિકટતા આવશે અને પરસ્પર વિશ્વાસ વધશે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરી શકે છે. ઘર-પરિવારમાં આજે કોઈ શુભ કે માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે અને એને કારણે મહેમાનોની સતત અવરજવર રહેશે.
મકર:
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આજે જવાબદારીઓ અને શિસ્તમાં રહેવું તમારા માટે ફાયદાકારક રહેશે. કાર્યક્ષેત્રમાં કામનું દબાણ હોવા છતાં તમે શાંતિથી બધું સંભાળી લેશો. અક્ષય તૃતીયા પર વડીલોની સેવા અને આશીર્વાદ લેવા, જેનાથી ભાગ્યનો ઉદય થશે. આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે અને રોકાણના સારા વળતર મળી શકે છે. સાંજ પછી પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. બિઝનેસ કરી રહેલાં જાતકોએ આજે પાર્ટનરશિપ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડશે, નહીં તો છેતરપિંડી થવાની પૂરેપૂરી શક્યતા છે. કોઈ ખાસ વ્યક્તિ સાથેની તમારી મુલાકાત ભવિષ્યમાં તમને લાભ કરાવી રહી છે.
કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આજે સર્જનાત્મક વિચારો અને નવી ટેકનોલોજી તરફ તમારી રુચિ વધશે. અખાત્રીજ પર કોઈ નવો ગેજેટ કે વાહન ખરીદવાના યોગ છે. મિત્રો અને સોશિયલ સર્કલમાંથી કોઈ મદદરૂપ માહિતી મળી શકે છે. વ્યવસાયિક દ્રષ્ટિએ આજનો દિવસ ફળદાયી રહેશે અને નવી તકો તમારી રાહ જોઈ રહી છે. પર્સનલ લાઈફમાં મધુરતા રહેશે, બસ વાણીમાં થોડી નમ્રતા રાખવી પડશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. સંતાનની સંગત પર તમારે આજે ખાસ ધ્યાન રાખવું પડશે, નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શરે છે.
મીન:
મીન રાશિના જાતકોએ આજે ભાવનાત્મક સંતુલન જાળવી રાખવું પડશે અને આજે તમારા માટે આવું કરવું અનિવાર્ય છે, નહીં તો સંબંધોમાં ખટાશ આવી શકે છે. આજે અક્ષય તૃતીયાના પર્વે દાન અને પરોપકારના કાર્યોમાં જોડાશો, જેનાથી તમને આંતરિક સંતોષ મળશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ મજબૂત છે, અટકેલા નાણાં પરત મળી શકે છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ મધ્યમ રહેશે, આંખોનું ખાસ ધ્યાન રાખવું. જીવનસાથી સાથે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું અટકી પડેલું કામ પૂરું થઈ રહ્યું છે. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.