અમદાવાદ/નવી દિલ્હીઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડવા છતાં દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. ભારતીય હવામાન વિભાગે દેશના 22 રાજ્યોમાં હવામાનમાં પલટાની સંભાવના વ્યક્ત કરી છે. આઈએમડી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી 2 થી 5 એપ્રિલ 2026 દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે 3 અને 4 એપ્રિલે ભારે પવન સાથે કરા પડી શકે છે.
दैनिक मौसम परिचर्चा (01.04.2026)
— India Meteorological Department (@Indiametdept) April 1, 2026
एक सक्रिय पश्चिमी विक्षोभ के प्रभाव से 02-05 अप्रैल के दौरान उत्तर-पश्चिम भारत में हल्की से मध्यम वर्षा होने की संभावना है, जिसमें 03 और 04 अप्रैल को चरम गतिविधि के साथ ओलावृष्टि भी हो सकती है।
YouTube : https://t.co/EatypuZsdC
Facebook :… pic.twitter.com/1Q28apZZR7
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગની આગાહી અનુસાર, એપ્રિલ મહિના પ્રથમ સપ્તાહમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. પાકિસ્તાન અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે ભરઉનાળે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય છે. આ ઉપરાંત, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં 1.5 કિલોમીટરની ઊંચાઈ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિસ્ટમને કારણે 4 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર-દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને 2, 3 અને 4 એપ્રિલના રોજ વરસાદની પ્રબળ શક્યતા છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે પવનની ગતિ તેજ રહેશે અને વીજળીના કડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે, આ કુદરતી ફેરફારને પગલે રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જે ગરમીથી થોડી રાહત અપાવશે.
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, 2 એપ્રિલથી મેઘરાજા ફરી ધબધબાટી બોલાવી શકે છે. 2 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ માવઠું થઈ શકે છે. 3 એપ્રિલે મુખ્યત્ત્વે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે, જ્યારે બાકીના ભાગોમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ અને કરાનું એલર્ટ જાહેર કરાયું છે. મધ્ય ભારતના રાજ્યોમાં 6 એપ્રિલ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. અનેક સ્થળોએ કરા પડવાની શક્યતા છે. પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં આંધી, વીજળી અને મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, ઉત્તર પશ્ચિમ ભારતમાં 6 એપ્રિસ સુધી દિવસનું તાપમાન સામાન્ય કે તેથી ઓછું રહેવાની સંભાવના છે. જ્યારે દેશના અનેક રાજ્યમાં 50 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દિલ્હીમાં ફરી હવામાન બદલાશે. 3 અને 4 એપ્રિલે ગાજવીજ સાથે હળવો વરસાદ - કરા પડી શકે છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પ્રદેશમાં ફરીથી મોસમ બદલાશે. 3 થી 5 એપ્રિલ દરમિયાન હળવાથી વરસાદની સંભાવના છે. જ્યારે 4 અને 5 એપ્રિલે ભારે વરસાદની શક્યતા ચે. આ દરમિયાન 50 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અનેક જગ્યાએ કરા પડી શકે છે. બિહારમાં 5 થી 6 એપ્રિલે ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.