Fri May 01 2026

Logo

અમદાવાદમાં મુખ્ય પ્રધાનના મત વિસ્તારમાં સૌથી વધુ મતદારો ઉમેરાયા, જુઓ લિસ્ટ

2026-02-18 10:02:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલી ફાઈનલ મતદાર યાદી મુજબ અમદાવાદ જિલ્લામાંથી 25.46 લાખ પુરુષ, 23.65 લાક મહિલા અને 211અન્ય એમ કુલ 49.12 લાક મતદારો નોંધાયા છે. શરૂઆતમાં 62,59.620 મતદારો માટેની આ ઝૂંબેશ બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈ હતી. જેમાં 48,06,916 મતદારોનો સમાવેશ કરાયો હતો. આ પ્રક્રિયામાં ગેરહાજર, સ્થળાંતરિત કે અવસાન પામેલા કુલ 14,52,704 મતદારોના નામ કમી કરવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર ઘાટલોડિયામાં સૌથી વધુ 22,000 મતદારોના નામ ઉમેરવામાં આવ્યા હતા. જ્યારે દાણીલીમડામાંથી સોથી વધુ 8000 મતદારોના નામ કમી કરાયા હતા. અમદાવાદમાંથી સૌથી વધુ 1.53 લાખ મતદારોના નામ ઉમેરાયા હતા. 
 
અમદાવાદની કઈ વિધાનસભામાં કટેલા મતદારો ઉમેરાયા

નિકોલઃ 6961
નરોડાઃ4663
ઠક્કરબાપાનગરઃ6743
બાપુગનરઃ4057
વિરમગામઃ 6964
સાણંદઃ 5604
ઘાટલોડિયાઃ 22,094
વેજલપુરઃ10,112
વટવાઃ 10,279
એલિસબ્રિજઃ 6898
નારણપુરાઃ6734
અમરાઈવાડીઃ 5798
દરિયાપુરઃ 2021
જમલાપુર-ખાડિયાઃ 4529
મણિનગર) 6828
દાણીલીમડાઃ 5214
સાબરમતીઃ7036
અસારવાઃ 6273
દસ્ક્રોઈઃ 14919
ધોળકાઃ5313
ધંધુકાઃ 4094

જિલ્લાવાર આંકડાઓ મુજબ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 1,05,607 મતદારોનો  વધારો નોંધાયો હતો. અમદાવાદમાં 1,53,234 નામ ઉમેરાયા અને 47,627 નામ કમી થયા બાદ અંતિમ સંખ્યા 49,12,548 સુધી પહોંચી હતી.  રાજ્યના રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ આ જિલ્લામાં મતદારોની વૃદ્ધિ આવનારી ચૂંટણી માટે અસરકારક સાબિત થઈ શકે છે.

અંતિમ મતદાર યાદીમાં નામ ન હોય તો શું કરશો

જો તમારું  નામ આખરી મતદાર યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકો છો. 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પુરા કરનાર યુવાનો આગામી સમયમાં પણ ફોર્મ નં.6 ભરીને તેઓનું નામ ભવિષ્યમાં પ્રસિદ્ધ થનારી મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે. વખતો-વખત કરવામાં આવતા સતત સુધારણા અંતર્ગત નાગરિકો પણ ફોર્મ નં 6,7 અને 8 ભરી શકશે.