Wed Oct 14 2026

Logo

થાણેમાં આવતી કાલે પાણીપુરવઠો બંધ રહેશે

2026-10-14 21:17:47
Author: Sapna Desai
થાણેમાં આવતી કાલે પાણીપુરવઠો બંધ રહેશે

Chat GPT Image


(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા મુમ્બ્રા, દિવા, કલવા, માજીવડા માનપાડા અને વાગલે એસ્ટેટમાં મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ વર્ષે ચોમાસા પછી ઓછો વરસાદ અને અલ નીનો અસર અને ઑક્ટોબર ૨૦૨૬ થી ચોમાસાની વહેલી વિદાયને કારણે સરકારના નિર્ણય મુજબ પાણીમાં ૧૦ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ, મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમના જાંભુલ જળ શુદ્ધિકરણ કેન્દ્રમાંથી પાણી પુરવઠો ગુરુવાર ૧૫ ઑક્ટોબર,૦૨૬ બપોરે ૧૨.૦૦ વાગ્યાથી શુક્રવાર ૧૬ ઑક્ટોબર, ૨૦૨૬ બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી કુલ ૨૪ કલાક માટે બંધ રહેશે.

આ સમયગાળા દરમ્યાન થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના દિવા, મુમ્બ્રા અને કલવા વોર્ડ સમિતિના તમામ વિસ્તારોમાં અને વાગલે એસ્ટેટમાં રૂપાદેવી પાડા, કિસનનગર  માનપાડા વોર્ડ સમિતિ હેઠળના નહેરુનગર અને કોલશેટ ખાલચા ગામમાં ૨૪ કલાક માટે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. પાણી પુરવઠો ફરી શરૂ થયા પછી આગામી બે દિવસ  સુધી પાણી પુરવઠો ઓછા દબાણે રહેશે.

દરમ્યાન પાણી પુરવઠા વિભાગે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણી કાપના સમયગાળા દરમિયાન પાણીનો કરકસરથી ઉપયોગ કરીને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને સહકાર આપવા અપીલ કરી છે.