થાણે: થાણેમાં બે અજાણ્યા શખસે 20 વર્ષના યુવકનું અપહરણ કર્યા બાદ તેના છુટકારા માટે તેના મિત્ર પાસે પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. માનપાડા વિસ્તારમાં શનિવારે સાંજે આ ઘટના બની હતી, જ્યારે બીજા મિત્રને મળ્યા બાદ યુવક તેના મિત્ર સાથે મોટરસાઇકલ પર પાછો ફરી રહ્યો હતો.
દરમિયાન ટૂ-વ્હીલર પર આવેલા બે અજાણ્યા શખસે યુવક અને તેના મિત્રને આંતર્યા બાદ તેમની મારપીટ કરી હતી. બાદમાં તેઓ યુવકને જબરજસ્તીથી ટૂ-વ્હીલર પર બેસાડી સાથે લઇ ગયા હતા. અપહરણકારોએ ત્યાર બાદ યુવકના મિત્રનો સંપર્ક કર્યો હતો અને તેના છુટકારા માટે પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી.
યુવકના મિત્રએ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તેને ખંડણી માટે અપહરણકારોના કોઇ કૉલ આવ્યા નહોતા. પોલીસને શંકા છે કે આ ઘટના અંગત દુશ્મનાવટનું પરિણામ હોઇ શકે છે. પોલીસે રવિવારે અપહરણ અને ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)