Sat Sep 12 2026

Logo

અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના કુટુંબને 40.08 લાખનું વળતર ચૂકવવાનો આદેશ

2026-03-19 18:06:00
Author: Yogesh D. Patel
અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના કુટુંબને 40.08 લાખનું વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણે મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2017માં ટ્રેલરને સંડોવતા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા 36 વર્ષના સુપરવાઇઝરના પરિવારજનોને 40.08 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
કે.પી. શ્રીખંડેએ 13 માર્ચે આપેલા આદેશમાં ટ્રેલરના માલિક તથા વીમા કંપનીને મૃતક નૂર મોહંમદ ફતેહ મોહંમદ ચૌધરીના પરિવારજનોને સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે વળતર ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા.

મુંબ્રા-પનવેલ માર્ગ પર 24 ડિસેમ્બર, 2017ના રોજ અકસ્માત થયો હતો. નૂર મોહંમદ ચૌધરી મોટરસાઇકલની પાછળ બેઠો હતો ત્યારે પૂરપાટ વેગે આવનારા ટ્રેલરે મોટરસાઇકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં નૂર મોહંમદ ચૌધરીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

મોટરસાઇકલસવારની બેદરકારી હોવાની વીમા કંપનીની દલીલને ટ્રિબ્યુનલે ફગાવી દીધી હતી અને ટ્રેલર પૂરપાટ વેગે અને બેદરકારીથી હંકારવામાં આવી રહ્યું હતું, એવું જણાવ્યું હતું. (પીટીઆઇ)