Sun Sep 06 2026

Logo

સોનિયા ગાંધીએ ‘વંદે માતરમ’ રોકવા નહીં પણ ખડગે માટે ખુરશી લાવવા કહેલું, સોનિયાએ સૂચના આપી એ ગુજરાતી નેતાનો દાવો

2026-08-19 09:41:00
Author: Vimal Prajapati
સોનિયા ગાંધીએ ‘વંદે માતરમ’ રોકવા નહીં પણ ખડગે માટે ખુરશી લાવવા કહેલું, સોનિયાએ સૂચના આપી એ ગુજરાતી નેતાનો દાવો

અમદાવાદ / નવી દિલ્હીઃ ભારતભરમાં હજી પણ 15 ઓગસ્ટે કોંગ્રેસ મુખ્યાલયમાં થયેલા કાર્યક્રમની ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ મુખ્યાલયમાં ‘વંદે માતરમ’નું અપમાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેમાં અત્યારે રાજકારણ ગરમાયેલું છે. એક ગુજરાતી વેબસાઈટ સાથે વાત કરતા કોંગ્રેસ સેવા દળના પૂર્વ અધ્યક્ષ લાલજી દેસાઈએ સમગ્ર મામલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તે વખતે સોનિયા ગાંધી દ્વારા ‘વંદે માતરમ’ને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે કેમ? શા માટે સોનિયા ગાંધી પર ફરિયાદો કરવામાં આવી રહી છે? આ મામલે લાલજી દેસાઈએ શું કહ્યું? ચાલો વિગતે ચર્ચા કરીએ...

કોંગ્રેસ સેવા દળના પૂર્વ અધ્યક્ષ લાલજી દેસાઈએ કર્યો મોટો ખુલાસો

લાલજી દેસાઈનું કહેવું છે કે, 15 ઓગસ્ટે દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયમાં ‘વંદે માતરમ’નું કોઈ અપમાન કરવામા આવ્યું નથી. તમામ આક્ષેપો પાયાવિહોણા છે. કહ્યું કે, તેમને રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીએ ઈશારો કરીને બોલાવ્યા હતાં. તે ઇશારો ‘વંદે માતરમ’ બંધ કરવા માટે નહીં પરંતુ ખડગેજી માટે ખુશી માટે કહ્યું હતું! આ દરમિયાન મેં કહ્યું હતું કે, થોડીવારમાં પૂરું થઈ જશે ખમી શકો તો ખમી લો! એટલે કે ભાજપ સહિત અનેક લોકો દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપને લાલજી દેસાઈએ ફગાવી દીધા છે. 

15 ઓગસ્ટના વાયરલ વીડિયો અંગે કોંગ્રેસ નેતાની સ્પષ્ટતા

વાયરલ થયેલી વીડિયોમાં સોનિયા ગાંધીએ જે ઈશારો કર્યો તે ખડગેજી માટે ખુશી લાલવાનું કહેતા હોવાનું લાલજી દેસાઈએ નિવેદન આપ્યું છે. જો કે, કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા અલગ અલગ નિવેદનો આપ્યા છે. એક કોંગ્રેસ નેતાએ તો એવું પણ કહ્યું છે કે, ‘તેમણે ના તો કોઈ દિવસ ‘વંદે માતરમ’ ગાયું છે, ના ગાય છે અને ના તો ભવિષ્યમાં ક્યારેય ગાશે!’ આવા વિવાદિત નિવેદનો બાદ પણ કોંગ્રેસ સેવા દળના પૂર્વ અધ્યક્ષ લાલજી દેસાઈ દ્વારા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બચાવ કરતું નિવેદન આપ્યું છે. 

સોનિયા ગાંધી પર થયેલી ફરિયાદ શું બોલ્યા લાલજી દેસાઈ?

સોનિયા ગાંધી પર થયેલી ફરિયાદ પર કોંગ્રેસનો બચાવ કરતા લાલજી દેસાઈએ ભાજપ અને આરએસએસ પર પણ વળતા પ્રહારો કર્યાં છે. લાલજી દેસાઈએ આક્ષેપ કર્યો કે, આરએસએસના અનેક કાર્યાલયોમાં ‘વંદે માતરમ’ ગાવામાં આવતું જ નથી, અનેક આરએસએસ ઓફિસમાં રાષ્ટ્ર ધ્વજ ઉલટો ફરકાવવામાં આવ્યો હતો. ભાજપની બેથી ત્રણ કાર્યલય ઓફિસમાં પણ તિરંગો ઉટલો ફરકાવવામાં આવ્યો હતો તે ત્યાં કેમ કોઈ ફરિયાદ નથી થતી? આ મામલે આરએસએસ અને અમિત શાહને માફી માંગવા માટે પણ કહ્યું છે.