નવી દિલ્હીઃ હવે બેંક ખાતા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા રેકોર્ડ અદાલતમાં પુરાવા તરીકે ઉપયોગ કરવાનું સરળ રહેશે. બેંકર્સ બુક્સ એવિડન્સ બિલ, 2026ને 10 ઓગસ્ટે રાજ્યસભાએ મંજૂરી આપી દીધી. જ્યારે લોકસભા તેને 5 ઓગસ્ટે પસાર કરી ચૂકી હતી. પ્રસ્તાવિત કાયદા 1891ને જુના કાયદાનું સ્થાન લેશે. અને બેકિંગના બદલાતા ડિજિટલ સ્વરૂપ ઇલેક્ટ્રોનિક અને ક્લાઉડ આધારિત રેકોર્ડને કાયદાના વ્યાપમાં લાવવામાં આવશે.
આ ફેરફાર એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ભારતીય બેંકિંગ વ્યવસ્થા છેલ્લા કેટલાક દશકથી કાગળના રેકોર્ડથી આગળ વધીને સંપૂર્ણ રીતે ડિજિટલ થઇ ચૂકી છે. જુના બેંકર્સ બુક્સ એવિડન્સ એક્ટ તે જમાનામાં બનાવાયા હતા જ્યારે બેંકિંગનો મુખ્ય આધાર ભોતિક બહિખાતા, લેઝર અને કાગળના દસ્તાવેજ રહેતા હતા. હવે બેંકિંગ રેકોર્ડ મોટી સંખ્યામાં ઇલેસ્ટ્રોનિક સિસ્ટમ, સર્વર અને ક્લાઉડ પ્લેટફોર્મ પર સુરક્ષિત રાખવામાં આવે છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે પણ નાણાકીય ક્ષેત્રમાં આવેલા મોટા ફેરફારનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકિંગ અને નાણાકીય સેવાઓનું સ્વરૂપ ઝડપથી બદલાઇ રહ્યું છે. એનબીએફસી, ફિનટેક કંપનીઓ, પેમેન્ટ એગ્રીગેટર્સ અને અન્ય ફાઇનાન્સિયલ સર્વિસ પ્રોવાઇડર્સના વધતા પ્રભાવથી જુના કાયદાકીય સ્વરૂપને અપડેટ કરવાની જરુરિયાત વધી છે.
નવા કાયદામાં ટેકનીકલ ફેરફારો પર ધ્યાન
નવા બિલનો સૌથી મોટો ફેરફાર ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ રેકોર્ડને કાનૂની માન્યતા આપવાનો છે. હવે બેંકર્સ બુક્સની પરિભાષા ફક્ત પારંપરિક કાગળના રેકોર્ડ સુધી સીમિત નહીં રહે. બેંક પરિસર ઉપરાંત ઓફસાઇટ સર્વર, વર્ચુઅલ લોકેશન અને ક્લાઉડ સિસ્ટમમાં રાખવામાં આવેલા રેકોર્ડ પણ આ વ્યાપમાં આવી શકશે.
હવે કોર્ટમાં માન્ય રહેશે ડિજિટલ રેકોર્ડ
કાયદામાં નક્કી કરેલી શરતો હેઠળ બેંક એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા ડિજિટલ રેકોર્ડ અદાલતમાં પુરાવા તરીકે રજૂ કરી શકાશે. તેમાં એકાઉન્ટ સ્ટેટમેન્ટ, ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અને બેંકિંગ સાથે જોડાયેલા અન્ય ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સામેલ થઇ શકે છે.