Sun Sep 06 2026

Logo

કોર્ટે 2023માં ભરવાડની હત્યાના કેસમાં પુરાવાના અભાવે બે જણને નિર્દોષ છોડ્યા...

2026-03-18 18:18:00
Author: Yogesh C. Patel
કોર્ટે 2023માં ભરવાડની હત્યાના કેસમાં પુરાવાના અભાવે બે જણને નિર્દોષ છોડ્યા...

થાણે: થાણે કોર્ટે ત્રણ વર્ષ અગાઉ ભરવાડની હત્યાના કેસમાં પુરાવાના અભાવે બે જણને નિર્દોષ જાહેર કર્યા હતા. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે 16 માર્ચે આપેલા પોતાના આદેશમાં અન્ના ઉર્ફે અબ્રાહમ મુંદરંગી (50) અને અનિલ બસવરાજ મરાઠા (32)ને તમામ આરોપમાંથી નિર્દોષ મુક્ત કર્યા હતા.

બંને જણ પર આરોપ હતો કે 12 એપ્રિલ, 2023ના રોજ તેમણે નાગેશ રાજુ કાંબળેની પટ્ટા અને બાંબુથી મારપીટ કરી હતી, જેમાં તેનું મૃત્યુ થયું હતું.તપાસકર્તા પક્ષ અનુસાર અન્ના મુંદરંગી માટે કામ કરનારો નાગેશ કાંબળે ઘેટાં લઇને મોડી રાતના પાછો ફર્યો હતો. ઘેટાં મુંદરંગીના હોવાથી તેણે કાંબળેની મારપીટ કરી હતી. જોકે એક માત્ર સાક્ષી ગણેશ અમુકસિદ્ધા ભોસલે ફેરવી તોળતાં કેસ નબળો પડી ગયો હતો.

કોર્ટે ફોરેન્સિક અને સાંયોગિક પુરાવામાં ખામી હોવાનું નોંધ્યું હતું. કેમિકલ એનાલિસિસ રિપોર્ટ કાંઇ પણ દર્શાવતો નહોતો, એવું જજે અવલોકન કર્યું હતું. (પીટીઆઇ)

વધુ જુઓ...