Sat Sep 12 2026

Logo

અકસ્માતમાં મૃત્યુ પામેલા કોર્પોરેટ એક્ઝિક્યુટિવના પરિવારને 77.57 લાખનું વળતર ચૂકવવાનો આદેશ

2026-06-05 19:16:00
Author: Yogesh D. Patel
અકસ્માતમાં મૃત્યુ પામેલા કોર્પોરેટ એક્ઝિક્યુટિવના પરિવારને 77.57 લાખનું વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણેમાં મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2020માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા કોર્પોરેટ એક્ઝિક્યુટિવના પરિવારજનોને 77.57 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

ટ્રિબ્યુનલનાં સભ્ય આર. વી. મોહિતેએ આપેલા આદેશમાં ખાનગી વીમા કંપનીને પ્રથમ વળતર ચૂકવવા અને બાદમાં ટેમ્પોના માલિક અતુલ મોહન દરંડલે પાસેથી વસૂલ કરવાના નિર્દેશ આપ્યા હતા, કારણે તેના ડ્રાઇવર નબીસાહેબ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું.

મુંબઈ-નાશિક માર્ગ પર કેડબરી ચોકની નજીક 16 ફેબ્રુઆરી, 2020ના રોજ આ અકસ્માત થયો હતો, જ્યારે ટેમ્પોએ જ્હોન શિમોન શ્રીસુંદરની મોટરસાઇકલને ટક્કર મારી હતી.

ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે અકસ્માત ટાળવા માટે વાહન હંકારનારી વ્યક્તિ પાસે છેલ્લી તક હતી. મૃતક તરફથી કોઇ પણ પ્રકારની બેદરકારી દર્શાવતું રેકોર્ડ પર કંઇ પણ નથી. વાહનના ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો. વીમા કંપનીએ દલીલ કરી હતી કે ડ્રાઇવર પાસે યોગ્ય લાઇસન્સ ન હોવાથી પોલિસીની શરતોના ઇરાદાપૂર્વક ભંગને કારણે તે જવાબદાર નથી. આ હકીકતને આરટી અધિકારીએ પણ પુષ્ટિ આપી હતી. જોકે ટ્રિબ્યુનલે કહ્યું હતું કે થર્ડ-પાર્ટી પીડિતોને ત્વરિત વળતર આપવું જોઇએ.

(પીટીઆઇ)