Thu Sep 03 2026

Logo

ગુજરાતના કયા 4 રાજ્યસભા સાંસદોની મુદત થશે પૂરી, કઈ તારીખે યોજાશે ચૂંટણી

2026-05-22 11:18:00
Author: Mayur Patel
ગુજરાતના કયા 4 રાજ્યસભા સાંસદોની મુદત થશે પૂરી, કઈ તારીખે યોજાશે ચૂંટણી

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે આજે રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.એક નિવેદનમાં ચૂંટણી પંચે જણાવ્યું કે, રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણી 10 રાજ્યોમાં યોજાશે, જ્યાં હાલના સભ્યો 21 જૂનથી શરૂ કરીને 19 જુલાઈ સુધીમાં અલગ-અલગ તારીખોએ નિવૃત્ત થઈ રહ્યા છે. રાજ્યસભાની આ ચૂંટણી આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં ચાર-ચાર બેઠકો, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ બેઠકો, ઝારખંડમાં બે બેઠકો તથા મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં એક-એક બેઠક પર યોજાશે. ઉમેદવારી પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ 8 જૂન છે. 18 જૂને મતદાન થશે.

ગુજરાતના કયા 4 રાજ્યસભા સાંસદોની મુદત થશે પૂરી

ગુજરાતના રામ મોકરીયા,  નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ, રમીલાબેન બારાની મુદત પૂરી થશે. જેના કારણે ચૂંટણી યોજાશે. આંધ્ર પ્રદેશમાંથી અયોધ્યા રામી રેડ્ડી અલ્લા, પરિમલ નથવાણી, પિલ્લી સુભાષચંદ્ર બોઝ, સના સતીશ બાબુ નિવૃત્ત થશે.

ઝારખંડમાંથી દીપક પ્રકાશ અને શિબૂ સોરેને, મધ્ય પ્રદેશમાંથી જૉર્જ કુરિયન, દિગ્વિજય સિંહ તથા સુમેરસિંહ સોલંકી, મણિપુરમાંથી મહારાજા સનાજાઓબા લીશેમ્બા, મેઘાલયમાંથી વાનવેરૉય ખાર્લુખી,  રાજસ્થાનમાંથી નીરજ ડાંગી, રાજેન્દ્ર ગેહલોત અને રવનીત સિંહનો કાર્યકાળ પૂરો થાય છે.

જ્યારે અરૂણાચલ પ્રદેશમાંથી નબામ રેબિયા, કર્ણાટકમાંથી નારાયણ કોરગપ્પા, ઈરન્ના કદાડી, એચ ડી દેવેગૌડા, મલ્લિકાર્જુન ખડગે અને મિઝોરમમાંથી વનલાલવેનાની મુદત પૂરી થઈ રહી છે.