Wed Sep 09 2026

Logo

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો, અમેરિકાએ સૈનિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડયા...

washington dc   2026-02-22 15:52:55
Author: Chandrakant Kanoja
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો, અમેરિકાએ સૈનિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડયા...

વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જેના પગલે અમેરિકા મિડલ ઈસ્ટમાં તેના સૈનિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી રહી છે. અમેરિકાને ભય છે  ઈરાન અમેરિકન સૈન્ય સ્થળો પર હુમલો કરી શકે છે. તેમજ સુરક્ષાને ધ્યાનના રાખીને અમેરિકાએ તેના એરક્રાફ્ટ કેરિયરને પણ ઈરાનની પહોંચથી દૂર રાખ્યું છે.  

ઈરાન સાથે યુદ્ધની શકયતાના પગલે ફેરફાર 

આ અંગે  મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે, અમેરિકાએ મિડલ ઈસ્ટના તેના વિવિધ સૈન્ય સ્થળો પરથી સૈનિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું શરૂ કર્યું છે. ઈરાન સાથે યુદ્ધની શકયતાના પગલે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ કતારના અલ ઉદેદ બેઝમાંથી સેંકડો સૈનિકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. બહેરીન, ઇરાક, સીરિયા, કુવૈત, સાઉદી અરેબિયા, જોર્ડન અને સંયુક્ત આરબ અમીરાતમાં અમેરિકન સૈન્ય બેઝ પર પણ આવા જ ફેરફારો જોવા મળ્યા છે.

અમેરિકન સૈનિકો ઈરાન માટે મુખ્ય લક્ષ્ય 

આ ઉપરાંત અહેવાલ મુજબ અમેરિકાના અધિકારીઓને ભય છે કે યુદ્ધની સ્થિતિમાં આ પ્રદેશમાં હાલમાં તૈનાત 30,000 થી 40,000  અમેરિકન સૈનિકો ઈરાન માટે મુખ્ય લક્ષ્ય બની શકે છે. લશ્કરી નિષ્ણાતો કહે છે કે જો યુદ્ધ  થાય તો તે જૂન 2025 માં અલ ઉદેદ પર થયેલા હુમલાથી ખૂબ જ અલગ હશે. તે સમયે ઈરાને અમેરિકાને અગાઉથી જાણ કરી હતી. પરંતુ આ વખતે એવું નહીં થાય. અહેવાલમાં  સંયુક્ત રાષ્ટ્રને ઈરાની મિશન તરફથી આપવામાં આવેલી કડક ચેતવણીનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો અમેરિકા હુમલો કરશે  તો પ્રદેશમાં રહેલા તમામ દુશ્મન લશ્કરી કેમ્પો અને સંપત્તિઓ મુખ્ય લક્ષ્ય બનશે.

એર ડિફેન્સ સિસ્ટમ શિફટ કરી રહી છે

અમેરિકા ઈરાનની ધમકીઓને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં એર ડિફેન્સ સિસ્ટમ શિફટ કરી રહી છે.  તેમજ બે યુદ્ધ જહાનેને ઈરાન નજીક ખસેડી  રહ્યું છે. જેના લીધે ઈરાન સાથે સંભવિત યુદ્ધમાં એકશન લેવામાં સરળતા રહે.