દ્રવિડિયન રાજકારણના સમીકરણો બદલાયા, જાણો કેમ DMK પરાજય તરફ?
ચેન્નઈઃ તમિલનાડુના રાજકારણમાં 2026 વિધાનસભાની ચૂંટણીએ સૌથી મોટા પરિવર્તનના સંકેત આપ્યા છે. શરુઆતના ટ્રેન્ડ અને પરિણામોએ રાજ્યની પારંપારિક સત્તા માટે જ્યાં દાયકાઓથી ડીએમકે અને એઆઈડીએમકે વચ્ચે ડાયરેક્ટ સ્પર્ધા રહેતી હતી, પરંતુ એ હવે કડડભૂસ થતી જોવા મળી રહી છે. આ વખતે તમિલનાડુના રાજકીય દૃશ્યમાં સુપરસ્ટાર અને તમિલગા વેટ્રી કઝગમ) થલપતિ વિજયની શાનદાર એન્ટ્રી થઈ છે, જેમાં ઓપનિંગ ટ્રેન્ડ પ્રમાણે સુપરસ્ટાર વિજય મુખ્ય પ્રધાનનું સુકાન સંભાળી શકે છે, પરંતુ પરંપરાગત પાર્ટીઓએ શા માટે પોતાના ગઢના કાંકરા વિખરાવ્યા છે એનું વિશ્વલેષણ સમજવા જેવું છે, જેમાં ખાસ કરીને સનાતન વિરોધી નીતિ જવાબદાર માનવામાં આવે છે.
નંબર વન બનવા માટે ડીએમકેને કપરા ચઢાણ
તમિલનાડુમાં આ વખતે ઊભરતી નવી પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે) અને તેના નેતા વિજયના ચૂંટણી સમીકરણો પણ ચર્ચામાં છે. 2021માં સત્તામાં આવેલી ડીએમકેએ તમિલનાડુમાં બીજી વખત સત્તા ચૂકી જવાનું લાગી રહ્યું છે. 234 સભ્યની વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી માટે 118 સીટનો આંકડો છે, જેમાં શરુઆતના વલણ અનુસાર ટીવીકે નંબર વન (111 સીટ પર આગળ હતી), જ્યારે બીજા-ત્રીજા નંબર પર ડીએમકે અને એઆઈડીએમકે ગઠબંધનની પાર્ટી સ્પર્ધામાં છે.
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સુપરસ્ટાર 'થલપતિ' વિજયની નવી પાર્ટી TVK એ શાસક DMK ને હરાવીને બહુમતીના આંકડા નજીક પહોંચી ગઈ છે. વિજયના બંને બેઠકો પર આગળ હોવાથી તેમના ઘરની બહાર જબરદસ્ત સુરક્ષા વધારી દેવામાં આવી છે. શું વિજય બનશે તમિલનાડુના નવા… pic.twitter.com/ZJyiOKb0oc
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 4, 2026
હિન્દી ભાષા અને હિન્દુત્વ વિરોધી હવામાં ફંગોળાયા
તમિલનાડુમાં ખાસ કરીને હિન્દી અને હિન્દુ વિરોધી રાજનીતિ મારફત હિન્દુ વિરોધીઓને ખુશામત કરવાની નીતિ ભારે પડે છે. સનાતન વિરોધી બનવાની ચાહમાં એમકે સ્ટાલિન અને ઉદયનિધિ સ્ટાલિન નંબર થ્રી પોઝિશન પર પહોંચી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં સીએમ એમકે સ્ટાલિનની સરકારે દ્રવિડની ઓળખ માટેના નારા પર કેન્દ્રિત કરી હતી. ડીએમકેએ કેન્દ્રની ત્રણ ભાષાનો પણ સખત વિરોધ કર્યો હતો અને અલગ નેરેટિવ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં નારો પણ આપ્યો હતો કે જો ભાજપ તમિલનાડુમાં સત્તામાં આવશે તો હિન્દી ભાષા અને હિન્દુ એજન્ડાને સેટ કરશે, પરંતુ સ્ટાલિનના સમીકરણો હવે ઊંધા પડી રહ્યા છે.
સનાતન ધર્મને જ્યારે ડેંગ્યૂ અને મલેરિયા કહ્યા હતા
સીએમ એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્ય સરકારના પ્રધાન ઉદયનિધિ સ્ટાલિનએ 2023માં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેને લઈ રાજકીય વિવાદ પણ થયો હતો. બીજી ડિસેમ્બરના 2023માં એક કાર્યક્રમમાં સનાતન ધર્મને અનેક સામાજિક દૂષણો માટે જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સનાતન ધર્મ એક એવો વિચાર છે જે લોકોને જાતિ અને ધર્મના નામે વિભાજિત કરે છે, તેને દૂર કરવાનો હેતુ માનવતા અને સમાનતાને પ્રોત્સાહન આપવાનો છે.
આગળ પોતાની વાત પર અડગ રહેતા તેમણે કહ્યું હતું કે જે રીતે આપણે મચ્છર, ડેન્ગ્યુ અને મલેરિયાને ભગાડીએ છીએ તેમ ફક્ત સનાતન ધર્મનો વિરોધ કરવાનું પૂરતું નથી. એને સમાજમાંથી પર સંપૂર્ણ રીતે ખતમ કરી નાખવો જોઈએ. સ્ટાલિનના નિવેદન પછી તેમની દક્ષિણ ભારતમાં જોરદાર વિરોધ થયો હતો. તમિલનાડુમાં ઊંચા મતદાનને કારણે યુવાનો અને શહેરી મતદારોએ જૂની દ્રવિડિયન પરંપરાગત નીતિથી લોકો કંટાળી ગયા હતા. તેઓ વાસ્તવમાં વિકાસ, રોજગારી, શિક્ષણ સહિત ડીએમકે શાસનમાંથી મુક્તિ ઈચ્છતા હોઈ શકે છે. હાલના તબક્કે કોઈ પક્ષને સંપૂર્ણ બહમુતી મળી રહી નથી, જેથી રાજ્યમાં ત્રિશંકુની સરકાર બની શકે છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે એમકે સ્ટાલિન માટે ફરી સીએમ બનવા માટે કપરા ચઢાણ છે.