Mon Apr 27 2026

Logo

જેઠાલાલથી સોઢી સુધી... 'તારક મહેતા...'ની આખી ટીમ પહેલા આ શોમાં કરી ચૂકી છે કામ; જાણો ગોકુલધામ સોસાયટીના મૂળ ક્યાં છુપાયેલા છે?

2026-04-27 20:33:40
Author: Darshana Visaria
Article Image

ટીવી ઈન્ડસ્ટ્રીનો સૌથી લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વર્ષોથી દર્શકોના દિલ જીતી રહ્યો છે. સતત 18 વર્ષથી આ શો દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહ્યો છે. પરંતુ હાલમાં જ  આ શોને લઈને એક એવી ચોંકાવનારી હકીકત સામે આવી છે જેના વિશે ખૂબ જ ઓછા લોકોને જાણે છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ શો દિલીપ જોશીના જ એક જૂના શોનું 'રીમેક' માનવામાં આવે છે. ચાલો તમને જણાવીએ શું તે આખી સ્ટોરી એ... 

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે. આ શોના દરેક પાત્રએ દર્શકોના મનમાં એક અલગ જગ્યા બનાવી છે અને એમાં પણ ખાસ કરીને શોના મેન લીડ જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીની તો વાત જ એકદમ અલગ છે. પરંતુ હાલમાં જ એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ દિલીપ જોષીનો આ શો તેમના જ એક શોનો રિમેક છે. 

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર 90ના દાયકાના અંતમાં એક એવા શોમાં કામ કર્યું હતું જેનો કોન્સેપ્ટ 'તારક મહેતા...' ને મળતો આવે છે. 1999થી 2000 દરમિયાન સોની ટીવી પર 'યે દુનિયા હૈ રંગીન' નામનો એક સિટકોમ ટેલિકાસ્ટ થયો હતો. આ શોની વાર્તા પણ મુંબઈની એક કો-ઓપરેટિવ સોસાયટી પર આધારિત હતી, જ્યાં વિવિધ ધર્મ અને સંસ્કૃતિના પરિવારો સાથે રહેતા હતા.

જોવાની વાત તો એ છે કે આ શોમાં પણ દિલીપ જોશીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રસપ્રદ વાત એ છે કે, અત્યારે 'અબ્દુલ' તરીકે ઓળખાતા શરદ સાંકલા, 'ચાલુ પાંડે' ઉર્ફે દયાશંકર પાંડે અને બલવિંદર સિંહ સંધુ અભિનેત 'રોશન સિંહ સોઢી' પણ આ જૂના શોનો હિસ્સો હતા.  અસિત કુમાર મોદીએ પણ તે શોમાં સહયોગ આપ્યો હતો. 'યે દુનિયા હૈ રંગીન'ના આઠ વર્ષ બાદ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શરૂ થયો હતો.

જોકે, આ બધી તો કહેવા સાંભળવાની વાતો છે, એમાં સાચું ખોટું તો રામ જાણે પણ હકીકત તો એ છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ લાંબા સમયથી ચાલી રહેલો કોમેડી ટીવી શો છે અને એની ફેન ફોલોઈંગ એકદમ જોરદાર છે, એમાં કોઈ શંકા નથી.