Thu Sep 03 2026

Logo

પશ્ચિમ બંગાળના નવા CM બન્યા શુભેન્દુ અધિકારી, 5 મંત્રીઓએ પણ લીધા શપથ

2026-05-09 11:38:00
Author: mumbai samachar Team
પશ્ચિમ બંગાળના નવા CM બન્યા શુભેન્દુ અધિકારી, 5 મંત્રીઓએ પણ લીધા શપથ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં નવો ઇતિહાસ રચાયો છે. TMCમાંથી ભાજપમાં આવેલા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. શુભેન્દુ અધિકારીના શપથગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, યુપીના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. 

15 વર્ષના TMC શાસનનો અંત
પશ્ચિમ બંગાળમાં છેલ્લા 15 વર્ષથી તૃણમૂલનું શાસન હતું પરંતુ ભાજપે આ વખતે TMCનો કિલ્લો ધરાશાયી કરી નાંખ્યો છે. પશ્ચિમ બંગાળમાં શપથગ્રહણ માટે ભાજપે રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિનો દિવસ પસંદ કર્યો હતો. કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શુભેન્દુ અધિકારીનો શપથગ્રહણ યોજાયો હતો જેમાં શુભેન્દુ અધિકારી મંત્રીપદના શપથ લીધા હતા. શપથવિધિમાં 21 રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યાં હતા. મહત્વનું છે કે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપને 207 સીટ સાથે પ્રચંડ બહુમતી મળી છે. જ્યારે TMC માત્ર 80 સીટ પર સમેટાઇને રહી ગઇ છે.

શુભેન્દુ અધિકારી સાથે આ મંત્રીઓએ શપથ લીધા

પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. શુભેન્દુ અધિકારી સાથે દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કિર્તનીયા, ક્ષુદીરામ ટુડુ અને નિસિથ પ્રમાણિકે મંત્રી તરીકેના શપથ લીધા હતા.