પશ્ચિમ બંગાળની પહેલી ભાજપ સરકારે ઘણાં મહત્વના નિર્ણય લીધા છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં પહેલી મીટિંગમાં ઘણાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેને તત્કાળ પ્રભાવથી લાગૂ કરવામાં આવ્યા છે. પ્રથમ અને મહત્વનો નિર્ણય એ છે કે બાંગ્લાદેશી બોર્ડરને લગતી જમીન બીએસએફના હવાલે કરવામાં આવશે. જેથી તેની સારી રીતે ફેન્સિંગ કરી શકાય. આનાથી બાંગ્લાદેશી થતી ઘૂષણખોરી પર સકંજો કસી શકાશે. સોમવારે જ બીએસએફને જમીન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરુ થઇ જશે અને આવતા 45 દિવસમાં આ કામ પુરું કરી લેવાશે.
મુખ્યમંત્રીએ આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું, આજે પ્રથમ કેબિનેટ બેઠકમાં અમે નક્કી કર્યું કે બોર્ડરની જમીન બીએસએફને સોંપી દેવામાં આવશે. આ પ્રક્રિયા આજથી જ શરુ થઇ જશે અને આવતા 45 દિવસમાં હોમ મિનિસ્ટ્રીને જમીન મળી જશે. ત્યારબાદ આવતા કેટલાક સમયમાં બીએસએફ તરફથી ફેન્ગિંગ કરી કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે આનાથી ટૂંક સમયમાં ગેરકાયદે ઘૂસણખોરીની સમસ્યાનું સામાધાન મળી જશે. કારણ કે બંગાળ આ સમસ્યાનો લાંબા સમયથી સામનો કરી રહ્યું છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ અન્ય પણ કેટલીક મહત્વની જાહેરાત કરી છે, જેને તત્કાળ પ્રભાવથી લાગૂ કરવામાં આવશે.
આ જાહેરાત પૈકીએ આયુષ્યમાન ભારત યોજના છે. જે આખા બંગાળમાં લાગૂ થશે. મમતા બેનર્જી સરકારે કેન્દ્રની આ યોજનાને રાજ્યમાં લાગુ નહોતી કરી. આ ઉપરાંત, હોમ મિનિસ્ટર અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન તેને લાગૂ કરવાની વાત પણ કરી હતી. શુભેન્દુ અધિકારી સરકારે રાજ્યમાં ભારતીય ન્યાય સંહિતા પણ લાગૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે બંગાળમાં તેને લાગૂ કરવામાં નહોત આવી. અને તે સીધી રીતે બંધારણનું ઉલ્લંઘન હતું. હવે બંગાળમાં પણ દેશની જેમ બીએનએસ લાગૂ થશે.
શુભેન્દુ સરકારની પ્રથમ કેબિનેટમાં બીજા કયા નિર્ણયો
શુભેન્દુ સરકારે કહ્યું કે પ્રથમ સરકારે જૂન 2025નો હોમ મિનિસ્ટ્રીનો એ સર્ક્યુલર પણ રોક્યો હતો જે વસતી ગણતર સંબંધિત છે. બંગાળની પહેલી જ કેબિનટ મીટિંગમાં તેને લાગુ કરાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે ભારતય ન્યાય સંહિતાને પણ લાગુ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હવે બંગાળને લોકોને આખા દેશની જેમ આયુષ્યમાન ભારત સ્કીમનો લાભ મળશે. મહત્વનું છે કે બંગાળના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર ભાજપ સરકાર બની છે. ભાજપે શુભેન્દુ અધિકારીને સીએમ બનાવ્યા છે. રાજ્યમાં સત્તા પહેલા કરવામાં આવેલા બધા વાયદા ભાજપાએ પૂરા કરવાની વાત કરી છે અને પહેલી કેબિનેટમાં તેનો સંકેત પણ આપ્યો છે.