Wed Aug 19 2026

Logo

સી-ગ્રેડ ફિલ્મોમાં કામ કરવા મુદ્દે અભિનેત્રી સુષ્મિતા મુખર્જીનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- ‘એ સમયે મેં મારો આત્મા વેચી દીધો હતો’

2026-08-07 15:54:43
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: હિન્દી સિનેમા અને ટીવી જગતની દિગ્ગ્જ અભિનેત્રી સુષ્મિતા મુખર્જીએ પોતાના જીવનના કડવા અનુભવો વિશે ચર્ચા કરી હતી. ભૂતકાળના ખરાબ દિવસો યાદ કર્યા હતા, જયારે તે અને તેના પતિ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા. પરિવાર પર રુપિયા એક કરોડનું દેવું હતું. તે સમય તેમના માટે ઘણો કપરો સમય હતો. આ મજબૂરીના લીધેસી-ગ્રેડની ફિલ્મોમાં પણ કામ કરવાની નોબત આવી હતી, જેને આજે પણ જોઈને તિરસ્કાર આવે છે.

સુષ્મિતા મુખર્જીએ પોતાની કારકિર્દીમાં અજય દેવગણની 'ગોલમાલ', કિંગ ખાન શાહરુખ ખાનની 'કિંગ અંકલ' સહિત અન્ય અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. એટલું જ નહીં, સુષ્મિકા મુખરજીની ફિલ્મોમાં સી-ગ્રેડ ફિલ્મો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. હાલમાં જ તેણે પોતાના ઈન્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે 'કોઈએ મને પૂછ્યું કે તમે સી-ગ્રેડ ફિલ્મોમાં કેમ કામ કર્યું હતું. ત્યારે મને આઘાત લાગ્યો હતો. મેં મારા ભૂતકાળના જીવન વિશે વિચાર્યું અને એ બાબત મને હેરાન કરે છે અને મારી જાતને પણ સવાલ થાય કે મેં મહિલાઓનું અપમાન કરનારી સી ગ્રેડની ફિલ્મોમાં શા માટે કામ કર્યું હતું.

મજબૂરીમાં કામ કરવાનું ચાલુ કર્યું

આગળ તેમણે કહ્યું કે 'હું મારા જીવન વિશે વાત કરું તો 2002માં મારી અને મારા પતિની પ્રોડક્શન કંપનીમાં ભારે નુકસાન થયું હતું. લગભગ એક કરોડનું દેવું થઈ ગયું હતું. તે સમયે ટેક્નોલોજીનો સમય હતો, જેની અમને બિલકુલ જાણ નહોતી, એટલે અમારી કંપની ડૂબી ગઈ હતી. તે ખૂબ કપરો સમય હતો. રિક્વરી કરનારા એજન્ટ (ઉઘરાણીવાળા) આવતા હતા, ગાળો આપતા હતા, ત્યાર બાદ મેં મજબૂરીમા કામ કરવાનું ચાલુ કર્યું, અને અમે ત્રણ-ચાર વર્ષ ખૂબ કામ કરી તે દેવું ચૂકતે કર્યું હતું.' 

સુષ્મિતા મુખર્જીની ડેબ્યૂ ફિલ્મ 

સુષ્મિતા મુખર્જીએ કહ્યું કે તે સમયે બીજો કોઈ રસ્તો નહોતો. આવી કપરી પરિસ્થિતિના કારણે સી-ગ્રેડ ફિલ્મમાં કામ કરવું પડ્યું હતું. હાલમાં લગભગ ચાર દસકાથી હું પોતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. જોકે, સુષ્મિતાએ એક્ટિંગ કરિઅરની શરૂઆત 1987માં આવેલી ફિલ્મ 'એ વો મંઝિલ તો નહીં'થી કરી હતી. આજે પણ તે ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કરે છે. તેની છેલ્લી ફિલ્મ વર્ષ 2023માં વિકી કૌશલની 'જરા હટકે જરા બચકે' છે. આ વર્ષે તે 'હેલો હમ બોલ રહે હૈ' વેબ સિરીઝમાં જોવા મળી હતી.