કોલંબો: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેચ રમાવાની છે, બંને ટીમો જીતનો દાવો કરી રહી છે. બંને ટીમોએ ગઈ કાલે નેટ્સમાં પ્રેક્ટીસ હતી. ભારતીય પ્રેક્ટીસ સેશન દરમિયાન કેટલાક એવા દ્રશ્યો જોવા મળ્યા જેની કોઈએ કદાચ કલ્પના નહીં કરી હોય. નેટ્સમાં ભારતીય ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ બોલિંગ કરતો દેખાયો, એ પણ પાકિસ્તાનના વિવાદાસ્પદ સ્પિનર ઉસ્માન તારિકની સ્ટાઈલમાં, જેની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઇ રહી છે.
નોંધનીય છે કે પાકિસ્તાનના સ્પિનર ઉસ્માન તારિકની બોલિંગ સ્ટાઈલ વિવાદમાં ઘેરાયેલી છે, કેમ કે તે રન અપ બાદ એક ક્ષણ માટે અટકીને બોલ ફેંકે છે. T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલીયા સામેની સિરીઝમાં ઉસ્માન તારિકની બોલિંગ સ્ટાઈલ સામે સવાલો ઉઠ્યા હતાં, તેને ‘ચકર’ (Chucker) કહેવામાં આવી આવી રહ્યો છે. પાકિસ્તાનની ટીમ તેને હુકુમના એક્કાની જેમ વાપરી રહી છે, એવામાં ભારતીય ટીમ ઉસ્માન તારિકનો સામનો કરવા તૈયારી કરી રહી છે.
સુર્યાએ ખેલાડીઓને બેટર્સ કરાવી:
ગઈ કાલે કોલંબોમાં ભારતીય ટીમને પ્રેક્ટીસ સેશનમાં ભારતીય બેટરર્સ સામે સૂર્યકુમાર યાદવે તરીકની સ્ટાઈલમાં બોલિંગ કરતો દેખાયો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં દેખાય છે કે તે તારિકની જેમ બોલ ફેંકતા પહેલા થોડા સમય માટે અટકે છે.
Surya Kumar yadav bowling to Indian batters imitating usman tariq bowling action in the nets pic.twitter.com/m6Y9ITPFxJ
— ADITYA (@wXtreme18) February 14, 2026
તારિક ખતરનાક સાબિત થઇ શકે છે:
તારિકની અલગ જ પ્રકારની સાઇડઆર્મ એક્શન બોલિંગ સ્ટાઈલને કારણે બેટર્સને બોલ જજ કરવો મુશ્કેલ પડે છે. તરીકે પાકિસ્તાન માટે ફક્ત ચાર T20I મેચ રમી છે, જેમાં તેણે 11 અને તેનો ઇકોનોમિ રેટ 5.93 રન પ્રતિ ઓવર છે, આ આંકડા દર્શાવે છે કે તે કેટલો અસરકારક સાબિત થઇ શકે છે.
प्रैक्टिस के दौरान गेंदबाजी करते हुए सुर्य कुमार यादव उस्मान तारिक का बॉलिंग एक्शन कॉपी कर रहे हैं ।
— Ateeque Ahmad (@ateekview) February 15, 2026
जिसकी वीडियो सोशल मीडिया पर खूब वायरल हो रहा है !
पाकिस्तानी गेंदबाज उस्मान तारिक अपने एक्शन के लिए काफी चर्चा में हैं ।
उसके बॉलिंग एक्शन पर अपने खिलाड़ियों को प्रैक्टिस… pic.twitter.com/auUmKgeTqJ
સુર્યા એન્ડ ટીમ તૈયાર!
પાકિસ્તાન સામેના મેચ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમારને તારિક વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, "ક્યારેક પરીક્ષામાં એવા પ્રશ્ન પૂછવામાં આવે છે, જે અભ્યાસક્રમની બહારનો હોય છે. તેથી, આપણે એ પ્રશ્ન છોડી શકીએ નહીં. તેનો સામનો કરવા માટે, અમારે પોતાની રીત અપનાવવી પડશે. અમે નેટ સેશન્સમાં તેની બોલિંગ સ્ટાઈલ મુજબ પ્રેક્ટીસ કરીશું.”
ICCએ તારિકને ક્લીનચીટ:
તારિકની બોલિંગ સ્ટાઈલ અંગે બે વાર ICC સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ ICCએ બંને વખત તેને ક્લીન ચીટ આપી હતી. અહેવાલ મુજબ કોણીમાં સમસ્યાઓને કારણે, તે સામાન્ય સ્પિનરોની જેમ સીધા હાથથી બોલિંગ કરી શકતો નથી.