નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં છૂટાછેડા અને ભરણપોષણ અંગેના એક કેસની સુનાવણી દરમિયાન ન્યાયધીશે એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરી હતી. સુનાવણી દરમિયાન ન્યાયધીશે કહ્યું કે છૂટાછેડાની કાર્યવાહી શરૂ થતાં જ દરેક વ્યક્તિ બેરોજગાર થઈ જાય છે.
પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી હતી, કોર્ટમાં સુનાવણી દરમિયાન પતિએ કહ્યું કે તે છૂટાછેડા લેવા નથી ઇચ્છતો. કોર્ટે પતિને 50 લાખ રૂપિયાનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો. પતિએ દલીલ કરી કે તેની પત્ની પણ ભરણપોષણમાં આટલી મોટી રકમ માંગી નથી રહી.
સુપ્રીમ કોર્ટે પતિને પર ટિપ્પણી કરતા કહ્યું કે છૂટાછેડાની કાર્યવાહી શરૂ થતાં જ દરેક વ્યક્તિ બેરોજગાર થઈ જાય છે.
કોર્ટે પૂછ્યું પત્નીએ છૂટાછેડા માટે કયા આધારે અરજી કરી છે? પતિએ જણાવ્યું જે પત્નીએ ક્રૂરતાના આધારે અરજી કરી છે. કોર્ટે કહ્યું, "તમે વ્યભિચારનો આરોપ લગાવ્યો હતો, તને એ સાબિત કરવામાં નિષ્ફળ ગયા છો, તે પોતે જ છૂટાછેડા માટેનું કારણ છે. શું પત્ની ભરણપોષણ નથી માગી રહી?"
પતિએ જવાબ આપ્યો, "ના. પત્ની ભરણપોષણ નથી માંગી રહી."
સુપ્રીમ કોર્ટે કહ્યું, "શું તમે સોફ્ટવેર એન્જિનિયર છો?" પતિએ જવાબ આપ્યો, "હવે હું ફ્રીલાન્સર છું."
પતિની આ વાત સાંભળીને કોર્ટે કહ્યું, "છૂટાછેડાની કાર્યવાહી શરૂ થતા જ દરેક વ્યક્તિ બેરોજગાર થઈ જાય છે. પત્ની કહે છે કે તેણે રાજીનામું આપ્યું છે, પતિ કહે છે કે તેણે નોકરી છોડી દીધી છે કે પત્નીની ફરિયાદને કારણે તેને કાઢી મૂકવામાં આવ્યો છે. આવું કંઈક થાય છે. હવે તમે ફ્રીલાન્સર બની ગયા છો."