Mon Jul 27 2026

Logo

સરકારી નોકરી મેળવવા ભિવંડીના યુવાને 70 લાખ રૂપિયા ગુમાવ્યા

2026-07-27 17:39:27
Author: Yogesh C. Patel
Article Image

થાણે: સરકારી નોકરીની ખાતરી આપી ભિવંડીના યુવાન પાસેથી 70 લાખ રૂપિયા પડાવવામાં આવતાં પોલીસે પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર આરોપીએ 28 વર્ષના ફરિયાદીને સ્ટેટ રેવેન્યૂ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ક્લર્ક કમ ટાઈપિસ્ટની નોકરી અપાવવાની ખાતરી આપી હતી. 

યુવાનનો વિશ્ર્વાસ સંપાદન કરવા આરોપીએ બનાવટી એપોઈન્ટમેન્ટ લેટર આપ્યો હતો, જેના પર મંત્રાલયના અધિકારીના બોગસ સીલ અને હસ્તાક્ષર હતા. એ સિવાય ફરિયાદીના નામનું નકલી સરકારી આઈડી કાર્ડ પણ આપવામાં આવ્યું હતું.

આ બધા દસ્તાવેજો ખરા હોવાનું માની ફરિયાદીએ છેલ્લા એક વર્ષ દરમિયાન વિવિધ ટ્રાન્ઝેક્શન દ્વારા આરોપીને 70 લાખ રૂપિયા આપ્યા હતા, એવું નારપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. નોકરી ન મળતાં ફરિયાદીએ રૂપિયા પાછા માગ્યા હતા. રૂપિયા આપવાનો ઇનકાર કરી આરોપીએ ધમકી આપી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.

યુવાનની ફરિયાદને આધારે પોલીસે શુક્રવારે પાંચ આરોપી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)