Fri Apr 17 2026

Logo

વિશેષઃ યુવાનોનો સમર ‘સ્વેગ’ એટલે સનગ્લાસ

2026-04-09 09:13:00
Author: Pratima Arora
Article Image

 

પ્રતિમા અરોરા

ઉનાળાના આગમન સાથે માત્ર ગરમીનો પારો જ નહીં પરંતુ યુવાઓનું ફેશન મીટર પણ હાઇ થતું હોય છે. કોલેજ, કેમ્પસ, કાફે, મોલ, ટ્રાવેલ સ્પોટ, દરેક જગ્યાએ એક ખાસ પ્રકારની સ્ટાઇલ એનર્જી જોવા મળે છે. પરંતુ આ સમગ્ર સમર સ્વેગને જો કોઇ એક એક્સેસરીઝ દ્વારા વ્યક્ત કરવો હોય તો તે સનગ્લાસ છે. સનગ્લાસ માત્ર ધોમધખતા તાપથી બચવાનું સાધન માત્ર નથી, પરંતુ હવે તે એક એવી ઓળખ બની ગયા છે કે જે યુવાનોના વ્યક્તિત્વને ઉનાળામાં ખાસ લૂક આપે છે. આજે યુવાનો માત્ર કપડાં પહેરતા નથી, પરંતુ તેઓ કપડાં દ્વારા એક ખાસ લૂક  બનાવે છે. આ લૂકનો સૌથી મજબૂત એન્કર સનગ્લાસ છે.

એટિટ્યૂડનો ભાગ
પહેલા સનગ્લાસને આંખોની સુરક્ષા માટે જરૂરી માનવામાં આવતા હતા. પરંતુ હવે તે એક એટીટ્યૂડ એક્સેસરીઝ બની ગયા છે. સનગ્લાસ પહેરવાથી વ્યક્તિની બોડી લેંગ્વેજ બદલાઇ જાય છે. થોડો આત્મવિશ્વાસ, થોડું રહસ્ય અને થોડું ‘હું બધાથી અલગ છું’નો ભાવ આવી જાય છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સથી લઇને કોલેજ ફેસ્ટિવલ સુધી જો કોઇ એક એક્સેસરીઝ સૌથી વધુ લોકપ્રિય હોય તો તે સનગ્લાસ છે. આ જ કારણ છે કે સનગ્લાસને યુવાનોના એટીટ્યૂડનો સૌથી મહત્ત્વનો ભાગ માનવામાં આવે છે.

સોશ્યલ મીડિયાએ ટોચે પહોંચાડ્યા
આજની ફેશન માત્ર રસ્તા કે કોલેજ પૂરતી સીમિત રહી નથી. પરંતુ ખરી વાત એ છે કે આજના સમયમાં ફેશન બાકી બધી જગ્યાઓ કરતાં વધુ સોશ્યિલ મીડિયા માટે હોય છે. સનગ્લાસ ડિજિટલ ફેશનનું સૌથી મોટું હથિયાર છે. સનગ્લાસ પહેરેલા ચહેરાની સેલ્ફી વધુ શાર્પ હોય છે, જેમાં આંખોના એક્સપ્રેશન કંટ્રોલ કરી શકાય છે. સનગ્લાસથી એક કૂલ અને કંટ્રોલ્ડ ઇમેજ બને છે. આ જ કારણ છે કે યુવાનોના સનગ્લાસ માત્ર પહેરવાની વસ્તુ નથી રહ્યા પરંતુ ક્ધટેન્ટ ક્રિએશનનું ટૂલ બની ચૂક્યા છે. આ જ કારણોસર વર્ષ 2025-26માં 
જો સૌથી વધુ કોઇ એક્સેસરીઝના ટ્રેન્ડ બદલાયા હોય તો તે કાળા ચશ્માંના છે. 

એક સમયે જે માત્ર કાળા ચશ્માં ગણાતા હતા તે સનગ્લાસ આજના સમયમાં અનેક પ્રકારની એક્સેસરીઝમાં પરિવર્તિત થઇ ચૂક્યા છે. હવે સનગ્લાસ ટિંટેડ લેન્સ એટલે કે બ્લૂ, યલો અને પિંક કલરમાં ઉપલબ્ધ છે. આજે બજારમાં સનગ્લાસ બોલ્ડ અને ડ્રામેટિક દેખાતા ઓવરસાઇઝ્ડ ફ્રેમમાં હાજર છે. હવે સ્લીમ અને શાર્પ કાળા ચશ્માં મળવા મુશ્કેલ છે. કારણ કે સનગ્લાસ એ એક્સેસરીઝ છે જે યુવાનો સૌથી વધુ એક્સપ્લોર કરે છે. સનગ્લાસ દ્વારા દરેક ચહેરો પોતાની અલગ સ્ટાઇલ રજૂ કરી શકે છે.

ફેશન+પરફેક્શન= પરફેક્ટ સમર કોમ્બો
જ્યાં ઉનાળામાં એક બાજુ સ્ટાઇલ જરૂરી છે તો બીજી બાજુ આકાશમાંથી વરસતી આગથી બચવું પણ જરૂરી છે. તેથી સનગ્લાસ આ ઋતુ માટે સૌથી પરફેક્ટ કોમ્બો એક્સેસરીઝ છે. સનગ્લાસ આ બેલેન્સને ખરેખર પરફેક્ટ બનાવે છે, કારણ કે તેનાથી આકરાં તડકાથી આંખોનું રક્ષણ શક્ય બને છે. તેમજ પરસેવા અને થાકમાં પણ ફ્રેશ લૂક  રહે છે. તો વળી ટ્રાવેલ કરતી વખતે આરામદાયક વિઝન પ્રદાન કરે છે. એટલે કે આ એક્સેસરીઝ માત્ર દેખાવ માટે નથી પરંતુ યુવાનોની જીવનશૈલીને સરળતાથી બદલી પણ નાખે છે.

પોકેટ ફ્રેન્ડલી
સનગ્લાસની એક એ વાત બહુ સારી છે કે બજારમાં ભલે મોંઘાદાટ સનગ્લાસ ઉપલબ્ધ હોય, પરંતુ આંખો માટે ફાયદાકારક સનગ્લાસ માત્ર 200-300 રૂપિયામાં પણ બજારમાં મળી રહે છે. આ જ કારણ છે કે ગમે તે બેકગ્રાઉન્ડમાંથી આવતો યુવાન પોતાનો સ્વેગ બનાવવા માટે કાંઠલો ઊંચો કરીને સનગ્લાસ સાથે તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. સનગ્લાસ જેન્ડર ન્યૂટ્રલ ફેશન છે. 

સનગ્લાસ એ કેટલીક ગણીગાંઠી એક્સેસરીઝ પૈકીના એક છે, જે તેની રચનામાં જેન્ડર ન્યૂટ્રલ છે. કહેવાનો અર્થ એ છે કે જે સનગ્લાસ યુવતીઓ પહેરે છે, તેને કોઇપણ યુવક પણ પહેરી શકે છે, પરંતુ યુવતીઓ યુવકો કરતાં વધુ સનગ્લાસથી બોલ્ડ, સ્પોર્ટી અને શાર્પ લૂક મેળવે છે. જ્યારે યુવકો પણ અમુક અંશે સુંદર દેખાતા હોય જ છે. 

અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે સનગ્લાસે નાનાં-મોટાં શહેરો વચ્ચેના અંતરને બેઅસર કરી દીધું છે. જો કે દાયકાઓ પહેલા સનગ્લાસ મેટ્રો શહેર સુધી મર્યાદિત ફેશન હતી, પરંતુ સેટેલાઇટ ટીવી અને પછી સેટેલાઇટ મોબાઇલ આવ્યા બાદ સનગ્લાસની ફેશન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક બની ગઇ છે. આ તેની સૌથી ખાસ વાત છે.

જો કે આજના યુવાનો માટે સનગ્લાસ તેમની મજબૂત અને વિશ્વાસથી ભરપૂર જીવનશૈલીનો સૌથી મોટો અને સૌથી મજબૂત ભાગ છે. આ એક એવી એક્સેસરીઝ છે કે જે યુવાનોના વ્યક્તિત્વને વધુ નિખાર આપે છે. તે ડિજિટલ અને રિયલ બંને દુનિયાને પ્રભાવિત કરે છે. વળી સૌથી અગત્યનું એ કે તમારો પોતાનો અભિપ્રાય બીજા કોઇ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ હોય છે.              

સમર સ્વેગના પાંચ સોનેરી નિયમો
*માત્ર સ્ટાઇલ જ નહીં, આંખોની સુરક્ષાનું પણ ધ્યાન રાખો.
*ક્યારેક વધુ પડતાં એક્સપેરિમેન્ટ લૂક બગાડી નાખે છે.
*તેનો કેઝ્યુઅલ લૂક સ્લિમ અને ફ્રેમમાં આવે છે જ્યારે બોલ્ડ લૂક ઓવરસાઇઝ્ડમાં મળે છે.
*તેને પહેરવાથી સૌથી મહત્ત્વનું જે લાગે છે તે છે-ઓવર લૂક.
*જ્યારે પણ તમે કોન્ફિડન્ટ હોવ છો, ત્યારે તમારા સનગ્લાસ પણ તમારા સ્વેગનો જરૂરી ભાગ બની જાય છે.