Sun May 31 2026

Logo

CBIને મોટી સફળતા, સુકેશનો મેનેજર હવાલા નાખનાર ઈસ્માઈલ દુબઈથી ઝડપાયો

2026-05-06 22:43:58
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ CBIને મોહમ્મદ નવાસ કક્કટ ઈસ્માઈલ નામના વ્યક્તિની ધરપકડ કરી કાયદેસરના પગલાં લીધા છે. સુકેશ ચંદ્રશેખરના કેસમાં આ વ્યક્તિને એજન્સી દુબઈથી પકડી લાવી છે. 217 કરોડના છત્તરપિંડીના કૌભાંડમાં ઈસ્માઈલ નેટવર્ક મેનેજર હતો.તપાસ એજન્સીને ચોક્કસ ઈનપુટ મળ્યા હતા કે, ઈસ્માઈલ દુબઈમાં છે. એ પછી ચોક્કસ ખરાઈ કર્યા બાદ એના પ્રત્યાર્પણનો પ્લાન ઘડાયો હતો. દિલ્હી પોલીસે એની કડકાઈથી પૂછપરછ શરૂ કરી દીધી છે. જ્યારે લીના પોલોઝને  આ કેસમાંથી જામીન મળ્યા છે પણ કાયદાકીય નિયમ અનુસાર હજુ જેલમાં રહેવું પડશે. 

ભારત લાવવામાં મોટી સફળતા
CBIને વિદેશ મંત્રાલાય અને ગૃહ મંત્રાલયના સહયોગથી ભાગેડુ ઈસ્લાસને ભારત લાવવામાં મોટી સફળતા મળી છે. ઈસ્માઈલને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, આદેશ અનુસાર દિલ્હી પોલીસને એની 10 દિવસની કસ્ટડી આપવામાં આવી છે. ઈસ્માઈલ સામે દિલ્હી પોલીસે મકોકા, ધાક-ધમકીથી વસુલી, છેત્તરપિંડી, કાવતરૂ ઘડવું, ગૅંગ સિન્ડિકેટ જેવા ગંભીર મામલામાં કેસ ફાઈલ કર્યો હતો. રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદરસિંહને જેલમાંથી છોડાવવાનું કહીને એમની પત્ની અદિતી સાથે 217 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું. આ કેસમાં સુકેશ અને તેની પત્ની લીના પોલોઝ સહિત 22 આરોપીઓની ધરપકડ થઈ છે. 

દિલ્હી પોલીસે કરી અપીલ
દિલ્હી પોલીસની અપીલ પર તપાસ એજન્સીએ ઈન્ટરપોલ માધ્યમથી આરોપી સામે રેડ કોર્નર નોટીસ જાહેર કરી હતી. આ પછી યુએઈની તપાસ એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. દુબઈમાં તપાસ એજન્સીઓએ એને લોકેટ કરીને ધરપકડ કરી હતી. જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ અને સતત કૉ-ઓર્ડિનેટ કર્યા બાદ ભારત પ્રત્યાર્પણની પ્રોસેસ શરૂ થઈ હતી.સુકેશ સાથે જોડાયેલા મકોકા કેસમાં એની ધરપકડ કરવામાં આવી હતી. ઈસ્માઈલ ભારતથી ભાગવામાં સફળ રહ્યો હતો. એ પછી તે છૂપાતો ફરતો હતો. કોર્ટે એમને પ્રોક્લેમ્ડ ઓફેંડર જાહેર કર્યો હતો. 4 મેના રોજ દુબઈથી તેને ભારત લાવવામાં આવ્યો હતો. દિલ્હી એરપોર્ટ પર તપાસ બાદ દિલ્હી પોલીસે એનો કબજો લીધો હતો. 

મેનેજર તરીકે હતો આવો રોલ
ઇન્ટરપોલ માટે ભારતના રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો તરીકે કાર્યરત, સીબીઆઈ 'ઇન્ડપોલ' પ્લેટફોર્મ દ્વારા દેશભરની વિવિધ અમલીકરણ એજન્સીઓ સાથે સંકલન કરીને ભાગેડુ ગુનેગારોને સ્વદેશ પરત લાવવાનું કામ કરી રહી છે. તાજેતરના વર્ષોમાં, ઇન્ટરપોલ દ્વારા 150 થી વધુ વોન્ટેડ ગુનેગારોને ભારત પાછા લાવવામાં આવ્યા છે. એડિશનલ સી.પી. અમિત વર્માના જણાવ્યા અનુસાર,નાવાસ સુકેશ ચંદ્રશેખરનો મુખ્ય નાણાકીય સહયોગી રહ્યો છે,પૈસાનો મામલો એમની પાસે રહેતો હતો.ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા એકત્રિત ભંડોળ-સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે-'હવાલા' રૂટ દ્વારા ટ્રાન્સફર કરવાનું, તેને વિવિધ ખાતાઓમાં ચેનલ કરવાનું અને નાણાકીય સ્તરીકરણમાં સામેલ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ખાસ કરીને દુબઈથી સંચાલન કરતા, તે વિદેશમાં ભંડોળની હિલચાલનું સંચાલન કરતો હતો અને સુકેશ વતી હવાલા નેટવર્ક ચલાવતો હતો.