Fri Aug 14 2026

Logo

પિતાના અંતિમ સંસ્કારમાં પણ ના આવી કળિયુગી દીકરીઓ! 5100 રૂપિયા આપી વિધિઓ પતાવી દેવા કહ્યું...

2026-08-06 08:42:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ પિતા પોતાનું આખું જીવન પરિવાર માટે ખર્ચી નાખે છે. પરંતુ તેની અંતિમ વિદાયમાં જોઈ કોઈ ના આવે તો! જી હા આવી જ એક ઘટના અત્યારે વાયરલ થઈ રહી છે. આ વાત છે શિવચરણ ગુપ્તાની. તેમને ક્યારે વિચાર્યું નહીં હોય કે, તેમની ત્રણે દીકરીઓમાંથી એક પણ દીકરી જિંદગીના છેલ્લા શ્વાસે તેમને મળવા પણ નહીં આવે! શિવચરણ ગુપ્તા પહેલા કાપડના વેપારી હતા. તેમણે અથાગ મહેતન કરીને પોતાની ત્રણેય દીકરીઓને આત્મનિર્ભર બનાવી હતી. સંતાનમાં ત્રણ દીકરીઓ જ હતી, કોઈ દીકરો નહોતો એટસે દીકરીઓને દીકરા જેમ ઉછેરી અને કાબિલ બનાવી હતી.

છેલ્લી ઘડી પિતાને મળવા માટે દીકરીઓ પાસે સમય નહોતો

ચોંકાવનારી વાત એ છે કે, દીકરીઓ સક્ષમ થઈ ગઈ હતી એટલે આ વૃદ્ધ માતા-પિતા એક વૃદ્ધાશ્રમમાં રહેવા માટે જતા રહ્યાં હતાં. અહીં શિવચરણ ગુપ્તાની પત્નીનું એક મહિના પહેલા જ મોત થઈ ગયું હતું. હવે શિવચરણ ગુપ્તાએ પણ અંતિમ શ્વાસ લીધા. શિવચરણ ગુપ્તાએ આ છેલ્લી ઘડીમાં અનેક વખત પોતાની દીકરીઓને મળવા માટેની ઇચ્છા વ્યક્ત કરી પરંતુ દીકરીઓ આવી નહીં! વૃદ્ધાશ્રમ દ્વારા પણ વારંવાર જાણ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ પણ ના આવ્યું! 

અંતિમ સંસ્કાર અને અસ્થિ વિસર્જન માટે 5100 રૂપિયા આપ્યાં

શિવચરણ ગુપ્તાનું મોડી રાત્રે અવસાન થયું ત્યારે રાત્રે જ વૃદ્ધાશ્રમના સંચાલકે ત્રણેય દીકરીઓને જાણ કરી કે, ‘જો તમે લોકો આવો તો અમે મૃતદેહને સાચવી રાખીએ!’ પરંતુ ત્રણેય દીકરીઓ કોઈ બહાનું કાઢીને ના પાડી દીધી કે અમે નહીં પહોંચી શકીએ. અંતિમ સંસ્કાર માટે તો દીકરીઓ ના આવી પરંતુ અસ્થિઓ લેવા અને તેનું વિસર્જન કરવા માટે પણ દીકરીઓને સમય ના મળ્યો! મોટી દીકરીએ કહ્યું કે, તમે સારી રીતે આ બધી વિધિ પતાવી દેજો.. જેના માટે 5100 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કર્યાં હતાં. અંતિમ સંસ્કારની વિધિ પણ આ દીકરીઓએ ઓનલાઈને વીડિયો કોલમાં જોઈ હતી. 

 

શિવચરણ ગુપ્તાને ત્રણ દીકરીઓ છે. જેમાં મોટી દીકરી અનીતા નેપાળમાં શિક્ષક છે અને ત્યાં જ રહે છે. તેનાથી નાની દીકરી નિશા જે ઉત્તર પ્રદેશના આઝમગઢમાં રહે છે. જ્યારે સૌથી નાની દીકરી પ્રિયા મુંબઈમાં રહે છે. આ ત્રણેય દીકરીઓને પિતા શિવચરણ ગુપ્તાએ ભણવી ગણાવીને પોતાના પગ પર આત્મનિર્ભર બનાવી છે. પરંતુ આમાંથી એક પણ દીકરી પાસે પિતાની અંતિમ ઘડીમાં સાથે રહેવાનો સમય ના મળ્યો! આને કહેવાય કળિયુગ, અંતિમ સમયે પોતાના જ સાથે ના હોય તો એ મોત પણ એટલું પીડાદાયક હશે!