નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં આજથી બે વર્ષ પહેલા સત્તા પલટો થયો હતો. દેશમાં ભારે વિરોધ અને હિંસાના કારણે બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને દેશ છોડી ભાગવું પડ્યું હતું. શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારતમાં આવી ગયાં હતાં. સત્તા ગુમાવ્યાંના બે વર્ષ પછી આજે શેખ હસીના દુનિયા સામે આવવાના છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આજે એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં શેખ હસીના હાજરી આપવાના છે. આ મામલે બાંગ્લાદેશ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે. જો કે, ભારતના વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશ સરકારને જવાબ આપી દીધો છે. ચાલો વિગતે જોઈએ...
એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં શેખ હસીના હાજરી આપશે
દિલ્હીમાં એક વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન શેખ હસીના ભવિષ્યની પોતાની યોજનાો અંગે બાંગ્લાદેશ પાછ જવા અંગે કોઈ જાહેરાત કરશે કે તેમ એક સવાલ છે! 2024માં લોકોના બળવાના કારણે શેખ હસીનાએ પોતાની સત્તા ગુમાવી દીધી હતી. સત્તા છોડ્યાં પછી તેઓ આશ્રય માટે ભારત આવ્યાં હતા. હજી પણ તેઓ ભારતમાં હોવાના દાવા થઈ રહ્યાં છે.
FCCSA દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
કાર્યક્રમની વાત કરવામાં આવે તો, દિલ્હીમાં ફોરેન કોરોસ્પોન્ડન્ટ્સ ક્લબ ઓફ સાઉથ એશિયા દ્વારા આ વર્ચ્યુએલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે 6 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. આ કાર્યક્રમ નવી દિલ્હીમાં સર માર્ક ટલી ઓડિટોરિયમ, મથુરા રોડ પર યોજવામાં આવ્યો છે. મહત્વની આ વાત એ છે કે, આનું સીધું પ્રસારણ ક્લબના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ કરવામાં આવશે.
2 વર્ષ પછી શેખ હસીનાનું સાર્વજનિક સંબોધન
આ કાર્યક્રમ શેખ હસીનાના 15 વર્ષ લાંબા શાસનનો અંત આવ્યો તેને ઉદ્દેશીને રાખવામાં આવ્યો છે. 5 ઓગસ્ટ 2024ના રોજ અનામત મામલે વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં દેશવ્યાપી આંદોલન કરવામાં આવ્યો હતો. તે દરમિયાન પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશમાં ભારે હિંસા ફેલાવી હતી. સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું અને અનેક જગ્યાએ તો કબ્જો જમાવી લીધો હતો. 2 વર્ષ પછી શેખ હસીના સાર્વજનિક રીતે કોઈ કાર્યક્રમ કરી રહ્યાં છે. આ મામલે બાંગ્લાદેશ દ્વારા માંગણી કરવામાં આવી છે કે, ભારતમાં શેખ હસીનાના ભાષણ પર રોક લાગવવામાં આવે!
ભારત સરકારે બાંગ્લાદેશને કેવો જવાબ આપ્યો?
જો કે, બાંગ્લાદેશની આ માંગણી પર ભારત સરકારે જવાબ આપી દીધો છે. ભારત સરકારે કહ્યું કે, શેખ હસીનાના ઓનલાઈન ભાષણ સાથે અમારે કોઈ સંબંધ નથી! એટલે કે ભારતે આડકતરી રીતે બાંગ્લાદેશને ખરીખોટી સંભાળવી દીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘આ કાર્યક્રમ એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે. ભારત સરકારને આ મામલે કોઈ લેવા દેવા નથી. આ સ્થાન પર થતી કોઈ પણ વાત કે વિચાર પર સરકારનું કોઈ સમર્થન નથી’.