Sat Oct 03 2026

Logo

શેફાલી શાહે શા માટે આપ્યું વિવાદાસ્પદ નિવેદન કે હવે ટ્રોલરના નિશાના પર આવ્યા, જાણો મામલો?

2026-05-17 22:22:42
Author: Mumbai Samachar Team
શેફાલી શાહે શા માટે આપ્યું વિવાદાસ્પદ નિવેદન કે હવે ટ્રોલરના નિશાના પર આવ્યા, જાણો મામલો?

shefalishah


મુંબઈઃ એક તરફ રાજનેતાઓ એવું કહે છે કે, વધુ બાળકો પેદા કરો અને સરકાર આર્થિક મદદ કરશે. હવે ઓટીટી પ્લેટફોર્મ પર આઈકોનિક પાત્ર પ્લે કરી ચૂકેલી એક્ટ્રેસ એવું કહે છે કે, બાળકો પેદા ન કરો. બાળકોને જન્મ દેવાની વાત આવે ત્યારે નેતા હોય કે અભિનેતા ચર્ચાના વંટોળમાં એકવાર તો અવશ્ય આવે છે. એક્ટ્રેસ શેફાલી શાહે એવું નિવેદન આપી દીધું જેના કારણે ફેન્સને ખોટું લાગી શકે છે. બે બાળકોની માતા એવા શેફાલી શાહેદીકરીઓને લગ્ન કરવાની તો સલાહ આપી પણ બાળકો પેદા કરવાના બદલે શ્વાન પાળવાની ચોંકાવનારીવાત કરી દીધી, જે હવે સોશિયલ મીડિયા પર ટ્રોલરના નિશાના પર આવી છે.

ફરી જોવા મળ્યો બેબાક અંદાજ
શેફાલી શાહ પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. સ્ક્રિન પર દામદાર એક્ટિંગની સાથે પોતાના વાસ્તવિક જીવનમાં પણ એટલી તડ ને ફડ છે. લગ્ન અને બાળકોના જન્મને લઈને તેમણે પોતાની વાત અલગ અંદાજમાં રજૂ કરી હતી.શેફાલીએ યુવાવર્ગને સલાહ આપતા કહ્યું હતું કે, જીવનમાં મોટા નિર્ણય લેવામાં ઊતાવળ ન કરશો, પોતાને સારી રીતે સમજ્યા વગર મોટા નિર્ણય ન લેશો.પછી તેમણે હળવા અંદાજમાં કહી દીધું કે, બાળકો પેદા કરવાના બદલે શ્વાન પાળી લેવા જોઈએ. દીકરીઓને સલાહ આપતા કહ્યું હતું કે, દીકરીઓએ નાની ઉંમરમાં લગ્ન ન કરવા જોઈએ. એ સમયે તમને તમારી પસંદનો પણ એટલો ખ્યાલ હોતો નથી. તેથી શાંત રહો, લગ્ન કરવાનો નિર્ણય લેતા પહેલા એમને મળો અને લોકોને જાણો. 

ટ્રોલ કરવામાં આવી હતી
જો તમે લગ્નની વ્યવસ્થાને એક સંસ્થા તરીકે ન માનતા હોવ, એમાં વિશ્વાસ ન રાખતા હોવ તો લગ્ન ન કરશો.કારણ કે એમાં ખૂબ જ મહેનત પડે છે. પીછેહઠ કરવી યોગ્ય નથી પણ એટલા સમજદાર બનો કે તમે આવી બધી વસ્તુઓને સમજી શકો. લોકોએ ત્યારે જ લગ્ન કરવા જોઈએ જ્યારે તેઓ લાગણીની દ્રષ્ટિએ પણ મેચ્યોર હોય, જીવનમાં પોતાની અપેક્ષા પ્રત્યે સ્પષ્ટ અને ક્લિયર રહો. શેફાલી હાલમાં 37 વર્ષની છે. મને ઘણીવાર ટ્રોલ કરવામાં આવી કે, લગ્ન કરો-બાળકો પેદા કરો. પછી હળવા અંદાજમાં કહ્યું કે, શ્વાન પાળી લો પણ બાળકો પેદા ન કરો.કારણ કે, શ્વાન જ માણસને એના જીવનમાં વગર શરતે પ્રેમ કરે છે. બિનશરતી પ્રેમનું એ એકમાત્ર સ્વરૂપ છે. 

ડોગ લવર્સ છે શેફાલી
શેફાલીએ એ ટીવી એક્ટર હર્ષ છાયા સાથે લગ્ન કર્યા હતા. પછી ચાર વર્ષ બાદ બન્નેની રિલેશનશિપ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું.  એ પછી તેમણે ફિલ્મનિર્માતા વિપુલ અમૃતલાલ શાહ સાથે લગ્ન કરી લીધા હતા. એ પછી એમને બે દીકરા થયા, જેમનું નામ આર્યમન અને મૌર્ય છે. શેફાલી એક્ટ્રેસ હોવાની સાથે સારી માતા અને પેટ ટેકર્સ પણ છે.પાળતુ પ્રાણી પ્રત્યે ખૂબ જ દયાભાવના રાખે છે. એમની પાસે એશ અને સિમ્બા નામના બે હસ્કી ડોગ છે. ઈન્સ્ટાગ્રામ પર એમના ફોટો જોઈ શકાય છે. છેલ્લે તેમણે દિલ્હી ક્રાઈમ સીઝન 3માં કામ કર્યું હતું. આ વેબસીરિઝમાં એમની સાથે હુમા કુરૈશી, રસિકા દુગ્ગલ, રાજેશ તૈલંગ, સયાની ગુપ્તા અને મીતા વશિષ્ઠે મસ્ત રોલ પ્લે કર્યા હતા.