મુંબઈઃ શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ 'કિંગ'રિલીઝ થાય એ પહેલા જ ફિલ્મે એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે. આ ફિલ્મના મ્યુઝિક રાઈટ્સ સંબંધિત આ રેકોર્ડ છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મના મ્યુઝિક રાઈટ્સ ₹50 કરોડ રૂપિયામાં વેચાયા છે. આ ફિલ્મનું ડાયરેક્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે.
શાહરૂખ ખાન અને સિદ્ધાર્થ આનંદની જોડી ફરીવાર સ્ક્રિન પર આવી રહી છે. ક્રિસમસના દિવસોમાં આ ફિલ્મ રિલીઝ થાય એવું માનવમાં આવી રહ્યું છે. આ ફિલ્મની હાલમાં ચર્ચા થઈ રહી છે પણ બોક્સઓફિસ પર તે શાનદાર રીતે પર્ફોમ કરશે એવો અંદાજો છે. મેકર્સ પણ આ ફિલ્મને લઈને ઘણીબધી આશા રાખી રહ્યા છે.
શું કહ્યં કંપનીના અધિકારીએ?
ઝી મ્યુઝિકે ફિલ્મના રાઈટ્સ આશરે ₹50 કરોડમાં ખરીદી લીધા છે. જો બધુ ઠીક અને વ્યવસ્થિત રહ્યું તો હિન્દી ફિલ્મો માટે અત્યાર સુધીની સૌથી મોટી મ્યુઝિક ડીલ સાબિત થશે. ઝી એન્ટરટેઈનમેન્ટના એમ ડી તથા સીઈઓ પુનિત ગોયઈંકા જણાવ્યું હતું કે, હાલમાં વાતચીત ચાલું છે પણ હજુ સુધી કંઈ નક્કી થયું નથી.હું કિંમત અંગે કોઈ ટિપ્પણી કરવા માગતો નથી. પણ ડીલ કોઈ નક્કી થઈ નથી.હાઈસ્કેલ પર વાત કરીએ તો મ્યુઝિક સૌથી બેસ્ટ ભવિષ્ય ધરાવતું ક્ષેત્ર છે. મ્યુઝિક હંમેશા ચાલનારૂ ક્ષેત્ર છે. એવરગ્રીન છે.
બીજા કેટલાક વિષયોના કોન્ટેટ ટાઈમ લિમિટેડ હોય છે. હું લોકોને હંમેશા કહુ છું કે, ઝી મ્યુઝિકે પોતાની સાત વર્ષની સંગીતમય સફરમાં પ્રોડ્યુસર્સને જેટલા એક્સ્ટ્રા પૈસા આપ્યા છે એટલા બીજી કોઈ મ્યુઝિક કંપનીએ ભેગા થઈને પણ નહીં આપ્યા હોય. જ્યારે અમે પૈસા કમાઈએ છીએ તો બીજા સાથે એ પ્રોફિટ વહેચવાની પણ મજા આવે છે. આ પહેલા રામાણય ફિલ્મના મ્યુઝિકની ડીલ પણ એક મોટી રકમની હતી. આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું છે અને દિવાળી પર પહેલો ભાગ પણ રિલીઝ થવાનો છે. રામાયણ ફિલ્મના મ્યુઝિક રાઈટ્સ ટી સિરીઝે ખરીદ્યા હતા. આ ફિલ્મમાં હંસ ઝીમર અને એ.આર. રહેમાનનું સંગીત છે.
ક્યારે આવશે ટીઝર?
આ માટે ₹75 કરોડનું એડવાન્સ પેમેન્ટ પણ થયું હોવાનું જાણવા મળ્યું છે. ટી સિરીઝ કંપનીએ આ પહેલા ધુરંધર અને પુષ્પા જેવી ફિલ્મોના મ્યુઝિક રાઈટ્સ ખરીદ્યા છે. કિંગ ફિલ્મમાં જાણીતા મ્યુઝિક કંપોઝરની જોડી સચીન-જીગરે ગીત તૈયાર કર્યા છે. અનિરૂદ્ધ રવિચંદ્રને બેગ્રાઉન્ડનું મ્યુઝિક બનાવ્યું છે.મારફ્લેક્સ ફિલ્મના બેનર અંતર્ગત આ એક બિગ બજેટ ફિલ્મ છે. આ જ બેનરની ફાઈટર્સ ફિલ્મ આ પહેલા ખૂબ જ હિટ સાબિત થઈ હતી.આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન અને અનિલ કપૂરના રોલ પર ફેન્સની ખાસ નજર છે. જ્યારે જયદીપ અહલાવતનો અનોખો અંદાજ ફરી જોવા મળવાનો છે. આ ફિલ્મના ટીઝર અને ટ્રેલર પર ફેન્સની નજર છે.